જાણવા જેવું

એવિએશન રેગ્યુલેટર DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી ; ડીજીસીએની મંજુર 1693 પદોમાંથી 814 પદો ખાલી ,

દેશમાં ખરી રીતે આ તમામ એરલાઈન્સ, એરપોર્ટ, પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ અને ઉડાનોની વ્યવસ્થિત રીતે સારસંભાળ રાખી રહ્યું છે કે, કેમ? કે તેમાં કોઈ મોટી લાપરવાહી રાખવામાં આવી રહી છે.

અમદાવાદમાં એર ઈન્ડિયાના ક્રેશ થયેલી પ્લેનની ઘટના બાદથી એ સવાલો પણ ઉઠવા શરૂ થઈ ગયા છે કે આખરે દેશના એવિએશન સેકટરની વોચ અને કાયદા-કાનૂન લાગુ કરાવવા માટે જવાબદાર એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ શું કરી રહ્યું છે.

શું તે દેશમાં ખરી રીતે આ તમામ એરલાઈન્સ, એરપોર્ટ, પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ અને ઉડાનોની વ્યવસ્થિત રીતે સારસંભાળ રાખી રહ્યું છે કે, કેમ? કે તેમાં કોઈ મોટી લાપરવાહી રાખવામાં આવી રહી છે.

આ બધા સવાલોના જવાબમાં 31 માર્ચ 2025ના રોજ કેન્દ્રીય નાગર વિમાનના રાજય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે ડીજીસીએમાં લગભગ 48 ટકા જગ્યાઓ ખાલી છે.

જવાબમાં જણાવાયું હતું કે, ડીજીસીએના સ્વીકૃત 1692 પદોમાંથી 814 પદો ખાલી છે. આ પદોની ખુરશીઓ ખાલી છે. આ પરીસ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે જયારે દેશ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએમાં કામ કરવા અને વોચ રાખનારા અધિકારી જ નથી તો તેમાં સહજ અંદાજ લગાવી શકાય કે દેશના એવિએશન સેકટરમાં કેવા સ્તરની દેખરેખ કરી હશે.

ઉતરાખંડમાં પણ ગત મહિનામાં આઠ મે થી 15 જૂન સુધીમાં હેલિકોપ્ટરની અનેક ઈમરજન્સી લેન્ડીંગ થઈ હતી તેમાં આઠ મે અને 15 જૂને તો બે હેલિકોપ્ટર ક્રેશ જ થઈ ગયા. તેમાં પ્રથમ દુર્ઘટનામાં 6 અને બીજી દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા.

એરપોર્ટ ઓથોરિટીમાં પણ 37 ટકા જેટલી જગ્યા ખાલી: સવાલોના જવાબમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન એટલે કે બીસીએએસમાં પણ લગભગ 37 ટકા જગ્યા ખાલી છે.

બીસીએએસમાં સ્વીકૃત 598 પદોમાંથી 224 પદો ખાલી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે એઆઈએમાં પણ 37 ટકા સુધીના પદો ખાલી છે. એઆઈએમાં 9502 પદોમાંથી 37 ટકા પર અધિકારી નથી, જો કે આંકડામાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ડીજીસીએમાં 2024માં, બીસીએએસમાં પાંચ અને એએઆઈમાં 232 પદો પર ભરતી કરાઈ હતી.

ત્રણ મહત્વની એજન્સીઓમાં ખાલી જગ્યા પર પરિવહન પર્યટન અને સંસ્કૃતિ સંસદીયુ સમીતીએ પણ 25 માર્ચ 2025ના રોજ સંસદના પટલ પર રજૂ કરી પોતાની 375મી રિપોર્ટમાં તે બાજુ ઈશારો કર્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button