આજ નું રાશિફળ – Today’s Rashifal – 17 June 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
17 06 2025 મંગળવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ છઠ્ઠ, નક્ષત્ર શતતારા, યોગ વિશ્કુંભ સવારે 9:33 પછી પ્રીતિ, કરણ વણિજ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) ,
મેષ (અ.લ.ઈ.)
ધંધામાં કોઠાસુજથી સફળતા મળે અને વાણીનો ઉપયોગ વિનયથી કરો તેમજ આર્થિક લાભ થશે તો સંતાન સંબંધે સારા સમાચાર મળે ,
વૃષભ (બ.વ.ઉ.)
જીવનસાથીનો ઉત્તમ સહકાર મળશે અને ઉચ્ચ અધિકારી વર્ગથી લાભ મળશે તેમજ પ્રવાસ દ્વારા આનંદ મળશે, પેટ અને ચામડી વિષયક તકલીફ રહેશે ,.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોને પારિવારિક જીવન સુખમય રહેશે તેમજ પ્રતિષ્ઠામાં વધારો થશે તો સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી અને મહત્વના નિર્ણયોમાં સાવધાની રાખવી ,
કર્ક (ડ.હ.)
પિતા અને પરિવારથી લાભ થશે અને સન્માન અને પ્રેમમાં હુંફ મળશે તેમજ ભાગ્ય આપને સહકાર આપશે, વ્યક્તિગત સંબંધોમાં મધુરતા રહેશે ,
સિંહ (મ.ટ)
સિંહ રાશિના જાતકોને આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે તેમજ દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે અને તણાવ અને ટેન્શનથી દૂર રહેવું તો આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે ,
કન્યા (પ.ઠ.ણ.)
હરીફાઈ વાળા કામમાં વિજય થશે અને કરેલી મહેનત ફળદાયી બનશે તેમજ સાસરા પક્ષથી લાભ થશે તો વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું
તુલા (ર.ત.)
પારિવારિક જીવન સુખમય રહેશે અને તબિયત બાબતે સાવચેતી રાખવી તેમજ સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો, આવકના નવા સાધનો પ્રાપ્ત થશે ,
વૃશ્ચિક (ન.ય.)
રોજગારીની નવી તકો મળશે અને કામમાં આનંદની અનુભૂતિ થશે તેમજ ધાર્મિક કામમાં મન લાગશે, મોસાળ પક્ષે લાભ થશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધંધાકીય યોજનાઓ સફળ થશે અને મોટાભાઈથી સહયોગ મળશે તેમજ વાદવિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે
મકર (ખ.જ.)
સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે અને કામના સ્થળે સન્માન મળશે તેમજ આર્થિક પરેશાની રહેશે, ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે
કુંભ (ગ.શ.સ.ષ.)
માનસિક પરેશાની રહેશે અને કામમાં નિષ્ફળતાથી બચવું તેમજ આર્થિક પરેશાની રહેશે, ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે અને નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે તેમજ તબિયત સારી રહેશે, નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે