દેશ-દુનિયા

વસતી ગણતરી બે તબકકામાં થશે ; પ્રથમ તબકકામાં ઘરોની યાદી-ગણના જેવી બાબત હશે: બીજા તબકકામાં વસતી વિષયક-સામાજીક-આર્થિક જેવી બાબતોની માહિતી એકત્રિત થશે

16 ભાષામાં ખાસ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાવાશે: 35 લાખથી વધુ કર્મચારીઓને કવાયતમાં જોડાશે: ‘સ્વ-ગણના’ની પણ સવલત

ભારતમાં આગામી 2027 માં હાથ ધરાનારી જાતિ આધારિત વસતી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સતાવાર નોટીફીકેશન જારી કરવામાં આવ્યુ છે. વસતી ગણતરી સંપૂર્ણપણે ડીજીટલ ધોરણે થશે અને તે માટે, ખાસ મોબાઈલ એપ તૈયાર કરાશે.

તેમાં જ વસ્તી ગણતરી સંબંધીત તમામ માહીતી રજુ થશે દેશી જુદી જુદી 16 ભાષામાં મોબાઈલ એપ ઉપલબ્ધ કરાવાશે. બે તબકકામાં વસતી ગણતરી થશે અને તે કવાયતમાં 35 લાખથી વધુ કર્મચારીઓને ફરજ સોંપાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે ગૃહ સચીવ સહીત સંબંધીત વિભાગોનાં સીનીયર અધિકારીઓ સાથે વસતી ગણતરી સંબંધીત સમીક્ષા કરી હતી અને ત્યારબાદ તેનું નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યુ હતું.

ગૃહમંત્રી અમિત શાહે સોશ્યલ મિડિલયા પોસ્ટમાં કહયુ હતું કે 16 મી વસતી ગણતરીમાં પ્રથમ વખત જાતિ આધારીત ગણતરી થશે. અંદાજીત 35 લાખ સુપરવાઈઝરો તથા ગણતરીકારો તેમાં ભાગ લેશે.

1.3 લાખ પદાધિકારીઓ આધુનિક મોબાઈલ તથા ડીજીટલ ઉપકરણથી કાર્યવાહી કરશે. કેન્દ્ર શાસીત પ્રદેશ જમ્મુ-કાશ્મીર તથા લડાખ અને હિમાચલ પ્રદેશ ઉતરાખંડમાં 1 ઓકટોબર 2026 થી તથા બાકીના ભાગોમાં 1 માર્ચ 2027 થી જાતિ ગણના તથા વસ્તી ગણતરી થશે.

નવી વસતી ગણતરી અત્યાર સુધીની 16 મી તથા આઝાદી પછીની 8 મી રહેશે ડીજીટલ પ્રક્રિયામાં નાગરિકોને સેલ્ફ-ગણનાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ત્યારબાદ વસતી ગણતરી અંગેની સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું. નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌ પ્રથમ સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસતી ગણતરી અને જાતિ આધારિત વસતી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કામાં મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરીનો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.

બીજો તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસતીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વસતીગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે.

ભારતમાં વસતી ગણતરીની પ્રક્રિયા માર્ચ, 2027માં પૂર્ણ થશે. જે લગભગ 21 મહિને પૂર્ણ થશે. વસતી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027માં જાહેર કરાશે. તેમજ વિગતવાર માહિતી જાહેર કરવામાં ડિસેમ્બર, 2027 સુધીનો સમય લાગી શકે છે. વસતી ગણતરી બાદ સીમાંકન પંચની રચના કરવામાં આવશે.

જેથી વસતી અનુસાર  વસતી ગણતરી પહેલા એક પ્રોફોર્મા તૈયાર કરવામાં આવે છે. જેમાં આ વખતે જાતિ અને ધર્મ સંબંધિત પ્રોફોર્માનો  (પ્રશ્નાવલી) સમાવેશ થઈ શકે છે. તેમજ આ વસતી ગણતરીમાં લગભગ 34 લાખ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે, જેમને તાલીમ ડિજિટલ ડિવાઈસ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની બે મહિના સુધી તાલીમ આપવામાં આવશે. આ માટે સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવશે.

ડિજિટલ ગણતરી માટે સોફ્ટવેરમાં જાતિ, પેટાજાતિ અને ઘઇઈ માટે નવા કોલમનો સમાવેશ કરવામાં આવશે. તેમજ હાઉસિંગ ગણતરી પ્રક્રિયા દરમિયાન, ઘરોની યાદી તૈયાર કરવામાં આવે છે અને રહેણાંક સ્થિતિ, સુવિધાઓ અને મિલકત સંબંધિત માહિતી એકઠી કરવામાં આવે છે.

આ પ્રક્રિયામાં, વસતી ગણતરી કરતા કર્મચારીઓ ઘરે ઘરે જઈને પરિવારોને પ્રશ્નો પૂછે છે. ઘરનો ઉપયોગ રહેણાંક/વ્યાપારી રીતે થાય છે, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, વીજળી અને અન્ય સુવિધાઓ, મિલકતની માલિકી, વાહનોની સંખ્યા અંગે ડેટા એકઠો કરવામાં આવે છે.

આ વખતે 30 પ્રશ્નો પૂછવામાં આવે તેવી શક્યતા છે, જેમાં નામ, ઉંમર, લિંગ, જન્મ તારીખ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, રોજગાર, ધર્મ, જાતિ અને ઉપ-જાતિ, પરિવારના વડા સાથેનો સંબંધ, રહેણાંક સ્થિતિ અને સ્થળાંતર સંબંધિત પ્રશ્ર્નોનો સમાવેશ થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button