દેશ-દુનિયા

પીએમ મોદી જી-7 સમિટમાં પહોંચ્યા : આતંકવાદનો મુદ્દો ઉઠાવીશ

એરપોર્ટ પર કેનેડાના વડાપ્રધાન કાર્નીએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ, અગાઉની કેનેડાની સરકાર સાથે ખાલિસ્તાનીઓ મુદ્દે ભારતના સંબંધ બગડેલા, નવી સરકાર બાદ સંબંધો સુધારવા પ્રયાસ થશે : મોદી વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરશે દ્વિપક્ષીય વાર્તાલાપ

કેનેડામાં જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી કેનેડા પહોંચી ગયા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જી-7 સમિટમાં તેમની આ સતત છઠ્ઠી ભાગીદારી છે.

જી-7ને લઈને વડાપ્રધાન મોદીએ એકસ પર પોસ્ટ કરી લખ્યું હતું- જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કેનેડાના કેલગરી પહોંચી ગયો છું. શિખર સંમેલનમાં વિવિધ નેતાઓ સાથે વાત કરશે અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદા પર મારા વિચાર શેર કરીશ. ગ્લોબલ સાઉથની પ્રાથમિકતા પર પણ જોર આપીશ.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિન ટ્રુડોની સરકાર દરમિયાન ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા. હવે નવી સરકારે ભારત સાથે દોસ્તીની પહેલ કરી છે. ભારતે જસ્ટિન ટ્રુડોની સરકાર પર કેનેડાની ધરતી પરથી ખાલિસ્તાની સમર્થક તત્વોને કામ કરવા દેવાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો હતો.

અર્થશાસ્ત્રી કાર્નીએ ટ્રુડોને શીર્ષ પદથી હટાવ્યા બાદ કેનેડાના વડાપ્રધાન તરીકે નવો કાર્યભાર સંભાળ્યો હતો. છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને કેનેડાના સુરક્ષા અધિકારીઓએ ફરી સંપર્ક કર્યો છે અને બન્ને પક્ષો નવા હાઈ કમિશનની નિયુકિતની સંભાવના પર વિચાર કરી રહ્યા છે.

જી-7માં મોદી ઉઠાવશે આતંકવાદનો મુદ્દો
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી જી-7 સમિટમાં પહોંચ્યા છે. અહીં મોદી આતંકવાદનો મુદ્દો ઉઠાવશે. વડાપ્રધાન શિખર સંમેલન દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. આ શિખર સંમેલન ભારત તરફથી ઓપરેશન સિંદૂરના એક મહિના બાદ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનના આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.

શા માટે છે પીએમ મોદીની કેનેડાની મુલાકાત
આ પહેલા ખાલિસ્તાની સમર્થક અલગાવવાદી હરદીપસિંહ નિજજરની હત્યા બાદ બન્ને દેશો વચ્ચે ખરાબ થઈ ગયા હતા. ગત વર્ષે ઓકટોબરમાં ભારતે પોતાના હાઈ કમિશન અને પાંચ અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હતા. હાલ કેનેડામાં સરકાર બદલાઈ છે ત્યાં મોદીની કેનેડા મુલાકાત મહત્વની બની છે.

ટ્રમ્પને લઈને જી-7માં અપડેટ
હાલની ગ્લોબલ હાલત, ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુધ્ધના કારણે ટ્રમ્પ જી-7 સમિટમાંથી જલદી નીકળી જશે. પીએમ મોદી સાથે મુલાકાતની ઓછી સંભાવના છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button