જાણવા જેવું
સર્વોચ્ચ અદાલત દ્વારા તેની ઓફિસ-રજીસ્ટ્રીના કામકાજના સમયમાં બદલાવ જાહેર કર્યો છે
સુપ્રિમકોર્ટના નિવેદન પ્રમાણે બંધારણની કલમ 145 હેઠળના અધિકાર તથા રાષ્ટ્રપતિની મંજુરી સાથે કરાયેલા ફેરફાર મુજબ સુપ્રીમકોર્ટની રજીસ્ટ્રી દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે બંધ રાખવાનો નિયમ રદ કરાયો છે.

સર્વોચ્ચ અદાલત દ્વારા તેની ઓફિસ-રજીસ્ટ્રીના કામકાજના સમયમાં બદલાવ જાહેર કર્યો છે. 14મી જુલાઈથી તે અમલી બનશે. સુપ્રિમકોર્ટના નિવેદન પ્રમાણે બંધારણની કલમ 145 હેઠળના અધિકાર તથા રાષ્ટ્રપતિની મંજુરી સાથે કરાયેલા ફેરફાર મુજબ સુપ્રીમકોર્ટની રજીસ્ટ્રી દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે બંધ રાખવાનો નિયમ રદ કરાયો છે.
તેના બદલે શનિવાર જાહેર રજા તથા આંશિક કામકાજના દિવસો સિવાય સર્વોચ્ચ અદાલતની કચેરી સવારે 10થી સાંજે 5 વાગ્યે કાર્યરત રહેશે. અરજન્ટ ન હોય તે સિવાય 4.30 વાગ્યા બાદ નવા કેસ દાખલ નહીં કરાય.
આ સિવાય આંશિક કામકાજના દિવસો સિવાય શનિવારે સુપ્રિમકોર્ટની કચેરી સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને આ દિવસોમાં બપોરે 12 વાગ્યા બાદ નવા કેસ દાખલ નહીં કરાય.
Poll not found