આજ નું રાશિફળ – Today’s Rashifal – 18 June 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
18 06 2025 બુધવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ સાતમ, નક્ષત્ર પૂર્વભાદ્રપદ, યોગ આયુષ્યમાન, કરણ બવ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) સાંજે 6:34 પછી મીન (દ.ચ.ઝ.થ.) ,
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સફળ થાય તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન વધે તો જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય ,
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ છે તેમજ ધંધામાં લાભ આર્થિક સધ્ધરતા મળે તો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય ગણાય, પરિવારમાં શાંતિ જણાય
મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બને અને પરિવારમાં મંગલ કાર્યનું આયોજન થાય તેમજ અગત્યના કાર્યોમાં અનુકૂળતા મળે તો સંપતિ વાહન ખરીદવાના યોગ બને
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને વડીલોના આશીર્વાદથી સફળતા મળે તેમજ પરિવારનું વાતાવરણ આનંદમય રહે અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય તો સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય
સિંહ (મ.ટ)
નવા કામકાજની શરૂઆતથી લાભ થાય અને પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે તેમજ પોતાની મહેનત પરિશ્રમમાં ધ્યાન આપો તો પૈતૃક જમીન જાયદાદમાં વડીલોની સલાહ લેવી
કન્યા (પ.ઠ.ણ.)
યોગ્ય ક્ષમતાને ઓળખી સફળતા મેળવો અને પરિવારમાં શાંતિ જળવાય અનુકૂળતા રહે તેમજ સંતાનોના શ્રેય માટે મહત્વના નિર્ણયો લેવાય, આવકના દ્વાર ખુલે આકસ્મિક ધનલાભની સંભાવના છે
તુલા (ર.ત.)
આર્થિક સ્થિતિ મજબૂત બને અને ધંધામાં ધનલાભની સંભાવના છે તેમજ મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે
વૃશ્ચિક (ન.ય.)
કામકાજમાં જવાબદારી વધે અને વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય તેમજ દાંપત્યજીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે
ધન (ભ.ધ.ફ.ઢ.)
સાહસ પરાક્રમથી સફળતા મળે અને ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય તેમજ રાજકાજમાં વિજયની સંભાવના બને, નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદ પ્રાપ્તિની સંભાવના છે
મકર (ખ.જ.)
સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાય અને જમીન વાહન લેવા માટે સારો સમય છે તેમજ પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે તો માતા મોસાળથી ઉત્તમ સ્નેહ વધે
કુંભ (ગ.શ.સ.ષ.)
શત્રુ પક્ષથી સાવધાની રાખવી જરૂરી છે અને કોર્ટ કચેરીના વિવાદિત કામથી અંતર રાખવું તેમજ મોટા ભાઈભાંડુ વડીલથી લાભ થાય, નાની મુસાફરીના યોગ સંભવે છે
મીન (દ.ચ.ઝ.થ.)
મનગમતા કામમાં વિશેષ ધ્યાન આપો અને ધન સંબંધી ચિંતા હળવી થાય તેમજ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, પારિવારિક જીવનમાં વાણી દ્વારા કલેશ સંભવે