જાણવા જેવું

ફાસ્ટેગ વાર્ષિક પાસ માટેની વધુ માહિતી ; કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ફાસ્ટેગનો વાર્ષિક પાસ માત્ર રાષ્ટ્રીય રાજમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર જ માન્ય રહેશે ,

પાસ ધારકો રાષ્ટ્રીય રાજમાર્ગો (એનએચ) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝા પર એક વર્ષના સમયગાળા માટે અથવા 200 ટ્રીપ, બેમાંથી જે વહેલું હોય તે વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ફાસ્ટેગનો વાર્ષિક પાસ માત્ર રાષ્ટ્રીય રાજમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર જ માન્ય રહેશે. તેનો ઉપયોગ રાજ્ય સરકારો દ્વારા બનાવવામાં આવેલા એક્સપ્રેસ વે પર થઈ શકશે નહીં. માત્ર સામાન્ય ફાસ્ટેગ જ આના પર કામ કરશે.

ફાસ્ટેગ એન્યુઅલ પાસ એટલે શું?
ફાસ્ટેગ વાર્ષિક પાસ માત્ર ખાનગી કાર/જીપ/વાન માટે જ આપવામાં આવશે. પાસની કિંમત 3,000 રૂપિયા હશે. પાસ ધારકો રાષ્ટ્રીય રાજમાર્ગો (એનએચ) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝા પર એક વર્ષના સમયગાળા માટે અથવા 200 ટ્રીપ, બેમાંથી જે વહેલું હોય તે વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.

આ વાર્ષિક પાસ ક્યાંથી ખરીદી શકાય ?
વાર્ષિક પાસ ફક્ત હાઇવે ટ્રાવેલ મોબાઇલ એપ્લિકેશન અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) ની વેબસાઇટ પર જ ઉપલબ્ધ રહેશે.

પાસ કેવી રીતે એક્ટિવેટ થશે?
વાર્ષિક પાસ વાહન અને સંબંધિત ફાસ્ટેગની પાત્રતાની ચકાસણી પછી સક્રિય કરવામાં આવશે. ચુકવણીની પુષ્ટિ પર, વાર્ષિક પાસ નોંધાયેલા ફાસ્ટેગ પર સક્રિય કરવામાં આવશે.

શું નવું ફાસ્ટેગ મેળવવું પડશે ?
ના. નવું ફાસ્ટેગ ખરીદવાની જરૂર નથી. વાર્ષિક પાસને કોઇપણ વ્યકિત હાલના ફાસ્ટેગ પર સક્રિય કરી શકાય છે.

કેટલા સમય સુધી માન્ય રહેશે ?
આ પાસ સક્રિયકરણની તારીખથી એક વર્ષ અથવા 200 ટ્રીપ (બેમાંથી જે વહેલું હોય તે) માટે માન્ય છે. 200 ટ્રિપ્સ અથવા એક વર્ષ પૂર્ણ થવા પર, તે આપમેળે સામાન્ય ફાસ્ટેગમાં રૂપાંતરિત થઈ જશે.

શું તે બધા વાહનો માટે છે?
ના. તે માત્ર ખાનગી કાર/જીપ/વાન માટે જ લાગુ પડે છે. કોઈ કોમર્શિયલ વાહનમાં તેનો ઉપયોગ કરવાથી તે તરત જ નિષ્ક્રિય થઈ જશે.

શું પાસ સ્થાનાંતરિત કરી શકાશે ?
ના. આ પાસ નોન-ટ્રાન્સફરેબલ છે અને તે માત્ર એક જ વાહન માટે માન્ય છે જેના પર ફાસ્ટેગ લગાવવામાં આવ્યું છે અને નોંધાયેલું છે. તેનો ઉપયોગ બીજા વાહન પર કરવાથી તે નિષ્ક્રિય થઈ જશે.

પાસ હેઠળની સફરમાં શું ગણાય છે?
1. પોઈન્ટ આધારિત ટોલ પ્લાઝા : દરેક ટોલ પ્લાઝાને પાર કરવું એ એક મુસાફરી તરીકે ગણવામાં આવશે. એક રાઉન્ડ ટ્રીપ બે ટ્રિપ્સ તરીકે ગણવામાં આવશે.
2. બંધ ટોલિંગ પ્લાઝા : પ્રવેશ અને બહાર નીકળવાની જોડી એક યાત્રા માનવામાં આવશે.

શું મને SMS નોટિફિકેશન મળશે?
હા. પાસ એક્ટિવેટ થતાં જ એપ દ્વારા બેંક સાથે ધારકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ એલર્ટ અને નોટિફિકેશન મોકલવામાં આવશે.

જો કોઈ ન ઇચ્છે તો?
વાર્ષિક પાસ ફરજિયાત નથી. હાલની ફાસ્ટેગ સિસ્ટમ આ જ રીતે કામ કરવાનું ચાલું રાખશે. જે યૂઝર્સ વાર્ષિક પાસ લેવા નથી માંગતાં તેઓ ટોલ પ્લાઝા પર લાગું યુઝર ફી રેટ મુજબ નિયમિત ટ્રાન્ઝેક્શન માટે પોતાનાં ફાસ્ટેગનો ઉપયોગ કરી શકે છે.

દર વર્ષે 7,000 રૂપિયાની બચત થશે
કેન્દ્ર સરકારનો દાવો છે કે આ યોજનાથી આ ક્ષેત્રના દૈનિક માર્ગ મુસાફરોને વાર્ષિક ઓછામાં ઓછા 7,000 રૂપિયાની બચત થશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દર 50 થી 125 રૂપિયા સુધીનાં છે. આમ, 50 રૂપિયાના દરે 200 વખત ટોલ પ્લાઝા પાર કરવા માટે મુસાફરે 10,000 રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ નવો વાર્ષિક ફાસ્ટેગ પાસ 30 રૂપિયા છે. આ સફર દીઠ સરેરાશ દર 15 રૂપિયા બચાવશે. પાસ માટેની લિંક ટૂંક સમયમાં હાઇવે ટ્રાવેલ એપ્લિકેશન, એનએચએઆઈ અને મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button