છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે
આણંદ જિલ્લામાં ગતરોજ સવારથી મેઘરાજાએ વિરામ ફરમાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાપી પછી બીજા નંબરે સૌથી વધુ વરસાદ પારડીમાં પડ્યો હતો.. પારડીમાં 5.10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કપરાડામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
ધરમપુરમાં 4 ઈંચ, ઉમરગામમાં 4 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, હાસોટમાં 3.90 ઈંચ, ઓલપાડમાં 3.5 ઈંચ, વઘઈમાં 3.5 ઈંચ વાલિયામાં 3.5 ઈંચ, ઉમરપાડામાં 3 ઈંચ, માંગરોળમાં 2.5 ઈંચ, વલસાડમાં 2.5 ઈંચ, ડાંગ-આહવામાં 2.5 ઈંચ, સુબિરમાં 2.5 ઈંચ, કામરેજમાં 2.5 ઈંચ, બારડોલીમાં 2 ઈંચ, અંકલેશ્વરમાં 1.9 ઈંચ, ચિખલીમાં 1.80 ઈંચ,વાંસદામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો.
આણંદ જિલ્લામાં ગતરોજ સવારથી મેઘરાજાએ વિરામ ફરમાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે મોડી રાતથી વહેલી પરોઢ સુધી જિલ્લાના તારાપુર તાલુકામાં લગભગ પોણા ત્રણ ઇંચ જ્યારે ખંભાત તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
આજે એટલે કે 20મી તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથે જ આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે એટલે કે 21 જૂન શનિવારે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.