રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થશે ; રાજ્યભરમાં કુલ 1 હજાર 80 જેટલા હોલમાં મતગણતરી શરૂ થશે
રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. વિગતો મુજબ રાજ્યભરમાં કુલ 1 હજાર 80 જેટલા હોલમાં મતગણતરી શરૂ થશે. આ મત ગણતરી માટે 13 હજાર 444 સ્ટાફ જોડાશે.

રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. વિગતો મુજબ રાજ્યભરમાં કુલ 1 હજાર 80 જેટલા હોલમાં મતગણતરી શરૂ થશે. આ મત ગણતરી માટે 13 હજાર 444 સ્ટાફ જોડાશે.
આજે ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ, કોણ બનશે તમારા ગામનું સરપંચ? તમામ કેન્દ્રો પર મતગણતરી શરૂ
રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન બાદ હવે કુલ 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી હાથ શરૂ થઈ ચૂકી છે. મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સમગ્ર મતગણતરી પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ થશે.
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણી બાદ હવે આજે મતગણતરી યોજાનાર છે. આ તરફ હવે થોડી વાર જ મત ગણતરી શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓ મતગણતરી ટેબલ પર લવાઈ રહી છે.
ઝાલોદ તાલુકાના મોટી હાંડીમાં ગઇકાલે થયું હતું ફરી મતદાન દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ-4 અને વોર્ડ-5માં પણ ફરી મતદાન યોજાયું હતું. વિગતો મુજબ અહીં પ્રમુખ મતદાન અધિકારી પાસેથી ટોળા દ્વારા મતપત્રો ગાયબ કરી દેવાની ઘટનામાં વોર્ડ-4 અને વોર્ડ-5 તેમજ સરપંચપદની ચૂંટણી રદ કરાઇ હતી. જોકે બાદમાં ગઇકાલે એટલે કે 24 જૂન અહીં ફરી મતદાન યોજાયું હતું.
પ્રાંતિજ તાલુકાના ઝીંઝવામાં પણ ફરી યોજાયું હતું મતદાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ-2માં મતપત્રોમાં પ્રતિકના છાપકામમાં ક્ષતિને કારણે આ મતદાન મથક પૂરતી ચૂંટણી રદ કરવામાં આવી હતી, જેનું ફરી વાર મતદાન 24 જૂને થયું હતું.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં અહીં થયું હતુ ફરી મતદાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની નરસિંહપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં નરસિંહપુરા ગ્રામ પંચાયતમાં ફરી મતદાન યોજાયું હતું. જેનું કારણ હતું વોર્ડ-1 તથા વોર્ડ-2ના સભ્યપદના મતદાન મથક નં.1ના મતદારો માટે અનુસરવાની પ્રક્રિયામાં ભૂલ. આ તરફ મતદાન મથક પૂરતી ચૂંટણી રદ કરવામાં આવી હતી અને જેનું ફરી વાર મતદાન 24 જૂને એટલે કે ગઇકાલે થયું હતું.
આ વિસ્તારમાં નથી યોજાઇ ગ્રામ પંચાયતોની ચૂંટણી કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને કડી વિધાનસભાના કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી હતી.
અમદાવાદમાં અહીં થશે તાલુકા કક્ષાની મતગણતરી તમામ તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરાવાની છે. જે મુજબ બાવળા તાલુકામાં 4 ગ્રામ પંચાયતો, દસ્ક્રોઈ તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, ધોલેરામાં 5 ગ્રામ પંચાયતો, ધંધુકા તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, વિરમગામ તાલુકામાં 9 ગ્રામ પંચાયતો, માંડલ તાલુકામાં 4 ગ્રામ પંચાયતો, ધોળકા તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, દેત્રોજ-રામપુરા તાલુકામાં સૌથી વધુ 12 ગ્રામ પંચાયતો, અને સાણંદ તાલુકામાં 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આજે મતગણતરી લઇને તમામ સ્થળોએ કુલ 1080 મતગણતરી હોલ અને 42 મતગણતરી ટેબલોની વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત 13444 મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવશે. મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 14231 પોલીસ સ્ટાફ સજ્જ કરવામાં આવ્યા છે.
અહીં થશે મત ગણતરી આ સાથે જ દસ્ક્રોઈમાં મતગણતરી મહેસૂલ ભવન ખાતે, ધોલેરામાં આઇટીઆઇ કેમ્પસમાં, ધંધુકામાં બિરલા અને હરજીવનદાસ હાઈસ્કૂલ ખાતે, વિરમગામમાં શેઠ એમ. જે. હાઈસ્કૂલમાં, માંડલમાં મહાત્મા ગાંધી વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે, ધોળકામાં આર.ડી. શાહ આર્ટસ એન્ડ વી.ડી. શાહ કોમર્સ કોલેજ ખાતે, સાણંદમાં જે.ડી.જી. કન્યા વિદ્યાલય ખાતે તો દેત્રોજ-રામપુરામાં તાલુકા પ્રાથમિક શાળા, દેત્રોજ ખાતે મતગણતરી કેન્દ્રો તૈયાર કર્યા છે.
આજે જાહેર થશે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો ગુજરાતમાં 22 જૂન 2025 અને રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જોકે હવે આજે આ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. જેમાં કુલ 239 સ્થળો પર મત ગણતરી થશે. આ માટે મત ગણતરીના સ્થળો પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 14231 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરીનું કાર્ય હાથ ધરાશે.
રાજ્યમાં યોજાયેલી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાના 15 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.ગ્રામપંચાયતોની ચૂંટણીની આજે મત ગણતરી થવાની છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રત્યેક તાલુકા એટલે કે કુલ 9 તાલુકા દીઠ એક મતગણતરી યોજવાની છે. જેમાં અમદાવાદના જિલ્લાના તાલુકા દીઠ એટલે કે બાવળા તાલુકામાં એમ.સી. અમીન ગર્લ્સ હાઈસ્કૂલ, બાવળા ખાતે મતગણતરી હાથ ધરવામાં યોજવાની છે.
વિગતો મુજબ રાજ્યમાં રાજ્યમાં 3831 સામાન્ય, મધ્યસત્ર, વિભાજીત પંચાયત અને 3171 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે રવિવારે 22 જૂને યોજાયેલા મતદાનમાં આશરે 77 ટકા જેટલું ઉત્સાહપૂર્ણ મતદાન થયું હતું. આ ગ્રામ પંચાયતોની આ ચૂંટણીમાં સરપંચની 3656 બેઠકો અને સભ્યોની 16224 બેઠકો માટે 81 લાખ જેટલા મતદારોમાંથી 77% જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.