ગુજરાત

રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના પઢારીયા ગામમાં ફક્ત 1 મતથી સરપંચ પદ જીતાયું હોય તેવું રસપ્રદ પરિણામ આવ્યું છે.

અમરેલીમાં પણ એક જોરદાર સમાચાર સામે આવ્યા. અહીં મોતીબેન ડાયાભાઈ સૌંદરવા નામના બા સરપંચ બન્યા. તમને જાણીને નવાઈ લાગશે કે એમની વય 80 વર્ષ છે. તેમનો વિજય 386 વોટથી થયો છે. જીતની સાથે તેમ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

ગુજરાતમાં 22 જૂનના રોજ યોજાયેલી ગ્રામપંચાયત ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. સવારથી જ રાજ્યભરના મતગણતરી કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરીના સાથે જ ઠેર ઠેર વિજેતાઓના સમર્થકો દ્વારા ઢોલ, તાશા, અબીલ-ગુલાલ અને નોટો ઉડાવી ઉજવણી કરવામાં આવી હતી. જીતની ખુશીમાં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા.

રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી અને 3,524માં પેટા ચૂંટણી યોજાઈ હતી. સામાન્ય ચૂંટણીમાંથી 751 પંચાયતો સમરસ જાહેર થઈ હતી. બાકી રહેલી 3,541માંથી 272 પંચાયતોમાં કે તો ઉમેદવારી ન ભરાતા કે બિનહરીફ ઉમેદવારો હોવાથી ચૂંટણી યોજાઈ ન હતી. બીજી તરફ, પેટા ચૂંટણી માટે પણ 3,524 પૈકી માત્ર 353 પંચાયતોમાં જ મતદાન થયું હતું, જ્યારે 3,171 પંચાયતોમાં ઉમેદવારી ન હોવાથી ચૂંટણી જરૂરી ન રહી.

રાજ્યભરમાં કુલ 239 મતગણતરી કેન્દ્રો પર 1,080 હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ માટે 2,771 ટેબલનો ઉપયોગ કરાયો છે. મતગણતરી પ્રક્રિયામાં 13,444 કર્મચારીઓ સાથે 14,231 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે, તેમજ 3,431 વર્ગ-4ના કર્મચારીઓ પણ ફરજ પર છે. સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ થઈ રહી છે જેથી શાંતિપૂર્ણ અને પારદર્શક ગણતરી સુનિશ્ચિત થઈ શકે.

અમરેલીમાં પણ એક જોરદાર સમાચાર સામે આવ્યા. અહીં મોતીબેન ડાયાભાઈ સૌંદરવા નામના બા સરપંચ બન્યા. તમને જાણીને નવાઈ લાગશે કે એમની વય 80 વર્ષ છે. તેમનો વિજય 386 વોટથી થયો છે. જીતની સાથે તેમ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

મહેસાણા જિલ્લાના પઢારીયા ગામની ચૂંટણી ખાસ ધ્યાન ખેંચનાર રહી હતી. અહીં સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે તીખી સ્પર્ધા જોવા મળી. રતનસિંહ ચાવડા માત્ર 1 મતના અંતરે વિજયી જાહેર થયા. આ વિજય પછી રતનસિંહે પોતાના સમર્થકો અને સમગ્ર ગામના લોકોનો આભાર માન્યો. તેમણે ખાસ કરીને રાજપૂત ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે દરેક સમાજના સહકારથી જ આ સફળતા મળેલી છે. તેમની જીતને લઈને ગામમાં મોટી ઉજવણી થઈ રહી છે અને લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો.

અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલઢુંઢા પંચાયતના વોર્ડ-6ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયા. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા. અહીં લડનારા બંને ઉમેદવારોને 58-58 વોટ મળતાં ટાઈ પડી હતી.

વડોદરામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે સવારે મત ગણતરી શરૂ થઈ હતી. દશરથ ખાતે આવેલી એમ.પી.પટેલ હાઇસ્કુલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા તે સમયે ગાયો ધસી આવતા ભારે નાસભાગ સર્જાઈ હતી. સ્થળ પર હાજર લોકોએ તેમ જ પોલીસે પણ ગાયોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે ગાયો દોડવા લાગતા લોકોમાં પણ નાસભાગ સર્જાઇ હતી.

ડાંગના ગલકુંડમાં પિતાએ પુત્રને હરાવ્યો 

ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. અહીં પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ હવે સરપંચ બની ગયા છે. પિતાએ 576 મતની લીડ સાથે પુત્રને પરાજિત કર્યો. ગલકુંડ આહવામાં આવેલ છે.

1 મતથી જીતી બન્યા સરપંચ

મહેસાણામાં પણ પઢારિયા ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ સામે આવ્યા. અહીં રતનસિંહ ચાવડા સરપંચ પદના ઉમેદવાર હતા જેઓ ફક્ત એક વોટના અંતરથી વિજયથી થતા કૂતુહલ સર્જાયું હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર

ગાંધીનગર જિલ્લાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના બંને ઉમેદવારોને સરખા મત એટલે કે 338-338 મત મળ્યા હતા, જેથી ટાઇ સર્જાઇ હતી. જેથી ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાલતાં હાર્દિક બારોટનું નામ ખૂલ્યું હતું. જેથી પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો હતો.

ELECTION RESULTS LIVE UPDATES : 

જિલ્લો ગ્રામ પંચાયત વિજેતા વોટ
અમદાવાદ મોટી દેવતી માણેકબેન લકુમ જીત
અમરેલી નાડાળા હીતેષભાઇ કલકાણી જીત
અમરેલી હાવતડ રઘુભાઇ ડાંગર જીત
અમરેલી પીપળવા વલકુભાઈ મોભ જીત
અમરેલી મેથળી રમીલાબેન મકવાણા જીત
અમરેલી સાળવા મહેન્દ્રભાઈ વસાણી જીત
અમરેલી વાકિયા ગોકળ ભાઈ ઝાપડા જીત
અમરેલી કોદીયા શારદાબેન સોલંકી જીત
અમરેલી નાળ મહેશભાઈ કસોટીયા જીત
અમરેલી પીપળવા વલકુભાઈ મોભ જીત
અમરેલી કાચરડી ઘનશ્યામભાઈ રાઠોડ જીત
અમરેલી ઘુઘરાળા હંસાબેન જેબલીયા જીત
અમરેલી દડવા મંજુલાબેન બરવાડિયા જીત
અમરેલી ખાન ખીજડિયા અશોકભાઈ દાફડા જીત
અમરેલી દેવળકી સંજયભાઈ ડોબરીયા જીત
અમરેલી દહીથરા જયાબેન રૂદાતલા જીત
અમરેલી થોરડી વિપુલભાઈ બરવાળીયા જીત
અમરેલી ભીંગરાડ રેખાબેન પરમાર જીત
અમરેલી પસપચિયા સોનલબેન ભરેલીયા જીત
અમરેલી મોટા સરાકડીયા ખોડાભાઈ ભુવા જીત
અમરેલી જર કાશીબેન પદમાણી જીત
અમરેલી રાજસ્થળી વલભભાઈ નગવાડિયા જીત
અમરેલી પીપળવા વલકુભાઈ મોભ જીત
અમરેલી ઇશ્વરીયા રવિભાઇ માયાપાદર જીત
અમરેલી દલડી જમિયતબેન જાડેજા જીત
અરવલ્લી કઉ હુસેનભાઈ વણઝારા જીત
અરવલ્લી નવા વડવાસા બકભાઈ ચૌહાણ જીત
અરવલ્લી કઉ હુસેનભાઈ વણઝારા જીત
અરવલ્લી સાથરીયા રાયચંદભાઈ કટારા જીત
અરવલ્લી જુના વડવાસા ચેતનકુમાર દેસાઈ જીત
અરવલ્લી સાથરીયા રાયચંદભાઈ કટારા જીત
અરવલ્લી ગઢડા સુરેખાબેન પટેલ જીત
આણંદ વનોડા પંકીલ પટેલ જીત
આણંદ વઘાવત કિરીટસિંહ ડાભી જીત
આણંદ પરબીયા નિરુબેન પટેલિયા જીત
આણંદ જરગાલ તહેસીનાબાનું મલેક જીત
આણંદ સનાદરા અફસાનાબીબી પઠાણ જીત
આણંદ વઘાવત કિરીટસિંહ ડાભી જીત
આણંદ ગોલાણા લખનસિંહ પરમાર જીત
આણંદ હરિયાણ ચેતનભાઈ પટેલ જીત
આણંદ સદાનાપુરા હર્ષદભાઈ તળપદા જીત
આણંદ ભીમ તળાવ લીલાબેન ગોહેલ જીત
આણંદ અરડી સેજલબેન જાદવ જીત
આણંદ ફાંગણી પ્રિતીબેન બારોટ જીત
આણંદ પોપટપુરા હીરાબેન વણકર જીત
આણંદ ઝાલા બોરડી દિનેશભાઈ પરમાર જીત
આણંદ સનાદરા અફસાનાબીબી પઠાણ જીત
આણંદ પરબીયા નિરુબેન પટેલિયા જીત
આણંદ જરગાલ તહેસીનાબાનું મલેક જીત
આણંદ અમરાપુરા ગણપતભાઈ ડાભી જીત
કચ્છ કાદિયા વિમળાબેન પટેલ જીત
કચ્છ જરુ ભરતભાઈ જરુ જીત
ગાંધીનગર મૂલસાણા રમણજી ભીખાજી ઠાકોર જીત
ગાંધીનગર મોખાસણ પૂનમબેન ઠાકોર જીત
ગાંધીનગર કરોલી દિપીકાબેન પંચાલ જીત
જામનગર પસાયા ભાનુબેન પરમાર જીત
જામનગર નંદપુર દિનેશ દુધાગરા જીત
જામનગર ખારાવેઢા સુરેશ ગોસ્વામી જીત
જામનગર હડમતીયા(મતવા) દિવ્યેશભાઈ સભાયા જીત
જામનગર સુવરડા વિમલ નાખવા જીત
જુનાગઢ વડિયા સોનીંગભાઈ સિંઘવ જીત
જૂનાગઢ જૂના કોટડા નરસીંગભાઇ ખેર જીત
જૂનાગઢ ચોટલી વીળી ગોવિંદ ચાવડા જીત
જૂનાગઢ ચિંગરિયા શાંતાબેન સાગરકા જીત
તાપી મેઢસિંગી ગોંતીયાભાઈ ઠાકોર જીત
દાહોદ રણધિકપુર હંસાબેન કટારા જીત
દેવભૂમિ દ્વારકા અણીયારી ભગતસિંહ સુમણીયા જીત
દેવભૂમિ દ્વારકા નાગેશ્વર રૂપારીબા સુમણીયા જીત
નર્મદા નર્મદા મમતાબેન વસાવા જીત
પાટણ વિસાલવાસણા મહેશભાઈ પટેલ જીત
પાટણ ઉદેલા ચેતનાબેન ઝાલા જીત
પાટણ આંબાપુરા ઈશ્વરભાઈ ટેલ જીત
પાટણ છાણસરા કંચનબેન જીત
પાટણ રતનપુરા જગદીશ ભરવાડ જીત
પાટણ તાવડિયા અલ્પેશજી ઠાકોર જીત
પાટણ ઉદેલા ચેતનાબેન ઝાલા જીત
પાટણ ચંદ્રેશ્વર મિત્તલબેન ઠાકોર જીત
પાટણ ખચરિયા હેતલબેન ઠાકોર જીત
પાટણ સુજનીપુર સુરેશભાઈ પ્રજાપતિ જીત
પાટણ સાતી આનંદ દેસાઈ જીત
પાટણ આંબાપુરા ઈશ્વરભાઈ પટેલ જીત
પાટણ જામવાડા રમેશભાઈ ઠાકોર જીત
પાટણ કારણ કંકુબેન પટ્ટ જીત
પાટણ હિશોર મફતલાલ ચૌહાણ જીત
પાટણ પર મહિપતસિંહ જાડેજા જીત
પાટણ સરવા હરગોવિંદભાઈ પટેલ જીત
પાટણ બાવરડા ભાણાભાઈ જાખેસરા જીત
પાટણ કલ્યાણપુરા સીતાબેન ઠાકોર જીત
બનાસકાંઠા વાસણા શેભર જાકિરહુસેન બિહારી જીત
બનાસકાંઠા ભલગામ કાંતાબેન પરમાર જીત
બનાસકાંઠા મેજરપુરા ચેતનાબેન ચૌહાણ જીત
બનાસકાંઠા ભાખરી સોનલબેન જીત
બનાસકાંઠા ટાઢોળી નવલીબેન ભાગોરા જીત
બનાસકાંઠા જાણદી નાગજીભાઈ રાઠોડ જીત
બનાસકાંઠા ટાઢોળી ગામ નવલીબેન ભાગોરા જીત
બનાસકાંઠા આકોલી ક્ષેત્રવાસ આશાબેન દેસાઈ જીત
બોટાદ રેફડા કાનજીભાઈ વાળા જીત
બોટાદ હોળાયા ઉમેદભાઈ ખાચર જીત
બોટાદ ગાઢાળી પરાક્રમસિંહ ગોહિલ જીત
બોટાદ ઈગોરાળા મહેશ ખાચર જીત
બોટાદ પીપલ તતાણા બચુભાઈ ચોહલા જીત
બોટાદ ચકમપર વર્ષાબેન અબીયાણી જીત
ભરુચ ડુંગરા અઝહર શેખ જીત
ભરુચ બાડોદરા વિપુલ પટેલ જીત
ભરુચ બલોતા સુરેશ પટેલ જીત
ભરુચ વારડીયા નસરીન વલી ગજરા જીત
ભરુચ મોતાલી રણજીત વસાવા જીત
ભરુચ નિકોરા વૈશાલીબેન વસાવા જીત
ભરૂચ ઉમરા હેતલબેન પટેલ જીત
ભરૂચ બંબુસર ઉસ્માનગની પટેલ જીત
ભરૂચ હીંગલોટ ફારુક મંસૂરી જીત
ભરૂચ જૂના તવરા જાગૃતિ પરમાર જીત
ભરૂચ કહાનવા કનુભાઈ પઢિયાર જીત
ભરૂચ કેલોદ સુરેખાબેન પટેલ જીત
ભરૂચ નિકોરા અંબાલાલ પટેલ જીત
ભાવનગર ગનધોળ મંજુલાબેન ચૌહાણ જીત
ભાવનગર દેવળિયા હર્ષા બેન પરમાર જીત
ભાવનગર જીવાપુર દયાબેન પરમાર જીત
મહેસાણા ધામણવા આશાબેન પટેલ જીત
મહેસાણા ઓળા આનંદજી ઠાકોર જીત
મહેસાણા રૂપપુરા અજુભા ઝાલા જીત
મોરબી કુંતાસી કુંતાસી જીત
મોરબી પાજ રિમીબેન સિપાઈ જીત
મોરબી સતાપર ગીતાબેન ગણાદીયા જીત
રાજકોટ સુલતાનપુર વર્ષાબેન ભાદાણી જીત
રાજકોટ બાંદરા પરષોત્તમ ઘોણીયા જીત
રાજકોટ વોડી ભરત મકવાણા જીત
રાજકોટ રીબડા સત્યજિતસિંહ જાડેજા જીત
રાજકોટ નવી સાંકળી શિલુબેન વાલાણી જીત
રાજકોટ સેલુકા મનીષભાઈ ભેડા જીત
રાજકોટ ફરેણી ઈલાબેન શેખવા જીત
રાજકોટ ભૂખી હરદીપસિંહ રાયજાદા જીત
રાજકોટ સણોસરા ડો.નફીસાબેન સરસિયા જીત
વડોદરા તેરસા જયેશ પટેલ જીત
વડોદરા અકોટી હેતલબેન બારીયા જીત
વડોદરા પીંડાપા દિનેશ પઢીયાર જીત
વડોદરા નવગામા બળવંતભાઈ પરમાર જીત
વડોદરા પનસોલી હર્ષિલભાઈ પટેલ જીત
વડોદરા શહેરા મુકેશભાઈ પઢીયાર જીત
વડોદરા તરસાણા રમીલાબેમ રાઠોડિયા જીત
વડોદરા મેનપુરા વિશાલ પટેલ જીત
વડોદરા મઢેલી ઘનશ્યામભાઈ વસાવા જીત
વડોદરા કામરોલ રણજીતભાઈ રાઠોડિયા જીત
વડોદરા છાણભોંઈ કિંજલબેન પટેલ જીત
વલસાડ અચ્છારી જશોદાબેન હળપતિ જીત
વલસાડ નાનગામ જયવંતીબેન હિલીમ જીત
વલસાડ નંદવલા અજય પટેલ જીત
સાબરકાંઠા બામણા રીટાબેન પરમાર જીત
સાબરકાંઠા દેસાસણ ભાવિકભાઈ રબારી જીત
સુરત ડભારી ડભારી જીત
નવસારી પીંજરા પારૂલબેન પટેલ જીત
નવસારી કણિયેટ ચોરમલા ભાઠા મનાલીબેન ટંડેલ જીત
નવસારી પીપલધરા રોશનીબેન આહીર જીત
નવસારી સાગરા રીંકલબેન પટેલ જીત


ભાવનગર

ભાવનગરની દેવળીયા અને જીવાપુર ગ્રામ પંચાયતમાં મતદારોએ મહિલા ઉમેદવારને સુકાન સોંપ્યું છે. દેવળીયામાં હર્ષાબેન ઘનશ્યામભાઈ પરમાર 306 મતોથી વિજય થયો છે, જ્યારે જીવાપુરમાં દયાબેન રમેશભાઈ પરમાર 381 મતથી વિજયી બન્યા છે.

જૂનાગઢ :-માંગરોળની જૂના કોટડા ગામ પંચાયતની ચૂંટણીમાં નરસીંગભાઇ ખેરની જીત થઇ છે.

આણંદ :-ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે.

રાજકોટ :- ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ, ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય રાજકોટની વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટાભાઈએ નાના ભાઈને માત આપી છે.  ગોંડલની વોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરત મકવાણાનો વિજય થયો છે. જ્યાં બાંદરા ગ્રામ પંચાયત વોર્ડ-4 પરષોત્તમ કરશનભાઇ ઘોણીયાનો વિજય થયો છે, જ્યારે સુલતાનપુર ગ્રામ પંચાયતના વોર્ડ 7માં  વર્ષાબેન ભાદાણીનો વિજય થયો છે.

જામનગર :- સુવરડા ગ્રામ પંચાયતમાં વિમલ નાખવાની જીત થઇ છે, જ્યારે હડમતીયા(મતવા) ગ્રામ પંચાયતમાં દિવ્યેશભાઈ સભાયાએ જીત મેળવી છે.

રાજકોટ :- ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ, ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય

અમરેલી  :- અમરેલીની દલડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જમિયતબેન જાડેજાનો 16 મતોથી વિજય થયો છે. જ્યારે ઇશ્વરીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિભાઇ માયાપાદરનો 150 મતોથી વિજય થયો છે.

કડક સુરક્ષા વચ્ચે શરૂ કરાઈ મત ગણતરી

મતગણતરી શાંતિપૂર્વક રીતે અને નિષ્પક્ષ રહે તે માટે તમામ મતગણતરીના કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય. આ આખી મતગણતરીની પ્રક્રિયા CCTV કેમરાની દેખરેખ હેઠળ રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button