જાણવા જેવું

ફાસ્ટેગ સિસ્ટમ પૂરા દેશમાં ડિઝીટલ જર્નીને ખુબ જ સરળ બનાવી શકે છે : કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરી

લગભગ 38 બેન્કોએ મળીને 11 કરોડ 4 લાખથી વધુ ફાસ્ટેગ ઈસ્યુ કર્યા છે. આ બારામાં માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતું કે ફાસ્ટેજ સિસ્ટમમાં માત્ર ટોલ ભરવાથી અનેક ગણી સંભાવનાઓ છે

મોદી સરકાર હવે ફાસ્ટેગને માત્ર હાઈવે પર ટોલ ભરવા સુધી સિમીત રાખવા નથી માંગતી. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મિનિસ્ટ્રી એ જાણી રહી છે કે કેવી રીતે આ ફાસ્ટેગનો ઉપયોગ ઈલેકટ્રીક ગાડીઓને ચાર્જ કરવા, પાર્કીંગ ફી આપવા અને ત્યાં સુધી કે વાહન વીમાનું પેમેન્ટ કરવા માટે પણ કરવામાં આવી શકે. ઉદેશ સ્પષ્ટ છે કે લોકોની સુવિધા વધારવી, ટેકનિકથી બહેતર સેવા આપવી અને ફાસ્ટેગની ઉપયોગીતાને નવુ આયામ આપવું.

હાલ નેશનલ ઈલેકટ્રોનિકસ ટોલ કલેકશન (એમઈટીસી)ફાસ્ટેગ પુરા દેશમાં 1728 ટોલ પ્લાઝા (1113 નેશનલ હાઈવે અને 615 સ્ટેટ હાઈવે) પર ચાલી રહ્યા છે. દેશના કુલ ટોલ પેમેન્ટનાં 98.5 ટકા ભાગ હવે ફાસ્ટેગથી થાય છે.

લગભગ 38 બેન્કોએ મળીને 11 કરોડ 4 લાખથી વધુ ફાસ્ટેગ ઈસ્યુ કર્યા છે. આ બારામાં માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતું કે ફાસ્ટેજ સિસ્ટમમાં માત્ર ટોલ ભરવાથી અનેક ગણી સંભાવનાઓ છે.

આ પુરા દેશમાં ડીઝીટલ જર્નીને ખુબ જ સરળ બનાવી શકે છે.ફિનટેક કંપનીઓ અને બીજા હિતધારકો સાથે મળીને આપણે ફાસ્ટેગને એક મજબુત પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ આથી લોકોને સુવિધા મળશે ટ્રાન્સપોર્ટ સેવાઓ સુચારૂ બનશે અને પુરા સેકટરમાં દક્ષતા વધશે

News Click 24

Poll not found

Related Articles

Back to top button