ગુજરાત

ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બનશે.

અમદાવાદમાં 148મી રથયાત્રામાં સામેલ જગન્નાથના ભક્તો ન માત્ર જમાલપુર પણ ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બનશે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાશે.

ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કર્યો

ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભક્તોનું ઘોડાપૂર અમદાવાદમાં 148મી રથયાત્રામાં સામેલ જગન્નાથના ભક્તો ન માત્ર જમાલપુર પણ ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

સરસપુરમાં યજમાન પરિવારનું આગમન અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સરસપુરમાં યજમાન પરિવારનું આગમન થયું છે. 10 વર્ષની રાહ પછી ત્રિવેદી પરિવાર ભગવાનનું મામેરુ કરશે.

CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પાવન પર્વની શુભકામના પાઠવી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રથયાત્રાના દિવસે હાર્દિક શુભકામના પાઠવી છે. તેમણે X પર લખ્યું કે, અષાઢી બીજ – રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ આપણી સંસ્કૃતિ અને આસ્થાનો અનેરો મહોત્સવ છે. અમદાવાદ સહિત દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાતી ભગવાનની રથયાત્રા સામાજિક એકતા અને સમરસતાની સાથે આત્મિક ઉન્નતિનો સંદેશ આપે છે. ભગવાનની અપરંપાર કૃપા આપણા રાજ્ય અને દેશ પર અવિરત વરસતી રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના.જય જગન્નાથ.

અમદાવાદ રથયાત્રા 2025: રથયાત્રામાં સામેલ જગન્નાથના ભક્તો માટે ખાસ વ્યવસ્થા અમદાવાદમાં 148મી રથયાત્રામાં સામેલ જગન્નાથના ભક્તો માટે છાસ વિતરણની ખાસ વ્યવસ્થા કરાઇ છે.

અમદાવાદ રથયાત્રા 2025: CM ભૂપેન્દ્ર પટેલે પારંપરિક પહિંદ વિધિમાં ભાગ લઈ આપ્યો સંદેશ CM ભૂપેન્દ્ર પટેલે પારંપરિક પહિંદ વિધિમાં ભાગ લઈ સંદેશ આપ્યો છે. 148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો.

જય રણછોડના નાદ સાથે મંદિરથી નીકળ્યાં ત્રણેય રથ જમાલપુર જગન્નાથ મંદિરથી ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે ત્રણેય રથ બહાર નીકળી ગયા છે. હવે ગણતરીની મિનિટોમાં રથયાત્રા જમાલપુર દરવાજાથી આગળ વધશે.

ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું આજે રથયાત્રાના દિવસે ગુજરાત પોલીસ દ્વારા ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કર્યો

148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. અને વર્ષો જૂની પ્રણાલી અને પરંપરા અનુસાર ગામના રાજા એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધિ કરીને વિધિવત રીતે ભગવાનના રથને નગર ચર્યા માટે લઈ જવાયો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે. હવે અહીં થોડીક વારમાં જ CM ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને બાદમાં રથયાત્રાનો પ્રારંભ થશે.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન

સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જે બાદમાં ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા છે.

રથયાત્રાને પગલે આ બસોના રૂટમાં કરાયો ફેરફાર રથયાત્રાને પગલે BRTS બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. RTO સર્કલનો સરક્યુલર રૂટ નંબર 101 સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે 4 રૂટમાં આંશિક ફેરફાર કરાયા છે. રથયાત્રા રૂટ પરના 18 BRTS બસ સ્ટેશનો પણ આજના દિવસે બંધ રહેશે.

ભગવાનનું મુખ જોવા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર અમદાવાદ રથયાત્રાને લઈ આજે વહેલી સવારથી જ ભગવાનનું મુખ જોવા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

પહેલી વાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાશે

આ વર્ષે પહેલી વાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આજની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે થોડીક મીનિટોમાં જગન્નાથ મંદિરે પહોંચશે. અહીં CM ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને બાદમાં રથયાત્રાનો પ્રારંભ થશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન થયા

સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જે બાદમાં ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા છે.

રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાની સંપૂર્ણ તૈયારી કરાઈ છે. પોલીસ, હોસ્પિટલ, સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાઓ આખરી તબક્કામાં છે. સમગ્ર શહેરમાં ભક્તિભાવ સાથે રથયાત્રાને લઇને ઉત્સાહનો માહોલ છે. ત્યારે રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 થી 30 જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડાસહિત વરસાદની શક્યતા છે .અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવસારી અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.

ભગવાનના દ્વાર ખુલ્યા આજે અમદાવાદના જમાલપુર સ્થિતિ ભગવાન જગન્નાથજી મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી.

ભગવાના જગન્નાથજીની રથયાત્રામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

22 કીમીના રથયાત્રા રૂટ પર પોલીસનો કડક પહેરો

148 મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસનો બંદોબસ્ત

સુરક્ષાને લઈ 23 હજાર 884 પોલીસ અધિકારીઓ રહેશે તૈનાત

ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે એઆઈનો થશે ઉપયોગ

ટ્રક અખાડાના વાહનોનું GPSથી ટ્રેકિંગ કરવામાં આવશે

ટ્રાફિક નિયમન માટે એક હજાર કર્મીઓ અને ક્રેઈનનો ઉપયોગ

227 કેમેરા, 41 ડ્રોન, 2872 બેડીવોર્ન કેમેરા, 240 ધાબા પોઈન્ટથી મોનિટરિંગ

17 જનસહાય કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ રખાશે

PM મોદીએ જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે અને આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. PM મોદી દ્વારા ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. ગઇકાલે બપોરના સમયે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા હતા. મહત્વનું છે કે, આવતીકાલની રથયાત્રાને લઈ તમામ તૈયારીઑ પૂર્ણ થઈ ચૂકી છે.

રથયાત્રાનો રૂટ 

કેટલા વાગ્યે કયા સ્થળે હશે? સવારે 7:30 વાગ્યે: જમાલપુર મંદિર , સવારે 9:00 વાગ્યે: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ

 સવારે 9:45 વાગ્યેઃ રાયપુર ચકલા ,સવારે 10:30 વાગ્યે: ખાડિયા ચાર રસ્તા ,સવારે 11:15 વાગ્યે: કાલુપુર સર્કલ

સવારે 12:00 વાગ્યે: સરસપુર (મામાનું ઘર) ,બપોરે 1:30 વાગ્યેઃ સરસપુરથી પરત પ્રસ્થાન ,બપોરે 2:00 વાગ્યે: કાલુપુર સર્કલ

બપોરે 2:30 વાગ્યે: પ્રેમ દરવાજા , બપોરે 3:15 વાગ્યે: દિલ્હી ચકલા , બપોરે 3:45 વાગ્યે: શાહપુર દરવાજા ,સાંજે 4:30 વાગ્યેઃ શાહપુર હાઈસ્કુલ , સાંજે 5:00 વાગ્યે: ઘી કાંટા , સાંજે 5:45 વાગ્યે: પાનકોર નાકા , સાંજે 6:30 વાગ્યે: માણેકચોક , રાત્રે 8:30 વાગ્યે: નિજ મંદિર પરત , મગના પ્રસાદનું મહત્વ , June 27, 2025 04:07 ,ત્રણેય ભાઈ બહેન મોસાળમાં હતા , મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાય છે ,કેરી અને જાંબુ ખૂબ ખાવાથી ભગવાનને આંખો આવે છે , આંખો આવવાને કારણે પ્રભુને ધરાવાય છે મગ મગ શરીરને બળ આપે છે , રથયાત્રા એ લાંબી પદયાત્રા છે , રથ ખેંચતા ખલાસીઓ અને પદયાત્રીઓ માટે શક્તિવર્ધક પ્રસાદ ,મગના પ્રસાદથી ભક્તોને નથી લાગતો થાક , વર્ષોથી રથયાત્રાના ભગવાનને ધરાવાય છે સૂકા મેવા યુક્ત ખીચડી ,બ્રહ્મ મૂહુર્તમાં ધરાવાય છે ખીચડીનો પ્રસાદ ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો વહેંચાય છે પ્રસાદ ,માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પ્રભુને છે પ્રિય

રથયાત્રામાં ગજરાજોનું મહત્વ

રથયાત્રામાં સૌ પ્રથમ ગજરાજો જોડાય છે ગણેશજીનું પ્રતિક ગજરાજની આગેવાનીમાં યાત્રા પ્રારંભ થાય છે પ્થમ પૂજ્ય ગણેશજીના પ્રતિકથી થાય છે રથયાત્રાની શરૂઆત ગજરાજોને સુંદર શણગાર કરાવામાં આવે છે ગજરાજોનું શાસ્ત્રોક્ત વિધિથી થાય છે પ્રથમ પૂજન નામના હાથીની સમાધિએ રથયાત્રાનું અપાય છે નિમંત્રણ ગજરાજ રથયાત્રાનું છે અભિન્ન અંગ ઈન્દૌરના રાજાએ સરજુપ્રસાદ નામનો હાથી આપ્યો હતો ભેટમાં રથમાં બિરાજેલ જગન્નાથના સૌ પ્રથમ દર્શન કરે છે ગજરાજ ગજરાજ રથયાત્રાની કરે છે શરૂઆત

રથને કોણ ખેંચે છે ?

અમદાવાદમાં 1878માં મંહતે રથયાત્રાની પ્રગટ કરી ઈચ્છા ભરૂચના ખલાસી ભાઈઓને ઈચ્છાની જાણ થાય છે 147 વર્ષ અગાઉ નીકળી હતી અમદાવાદમાં પ્રથમ રથયાત્રા નાળીયેરના લાકડામાંથી તૈયાર કરાયા હતા પ્રથમ વખત રથ ભરૂચના ખલાસી ભાઈઓએ ભગવાનના પ્રથમ રથ બનાવ્યા હતા ભરૂચના ખલાસી ભાઈઓ ત્રણ રથને ખેંચીને કરાવે છે નગરચર્યા

અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ 

ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળે છે 1878માં શરૂ કરાયેલ રથયાત્રા છે અમદાવાદની ઓળખ

મહંત નરસિંહદાસજીને ભગવાને સ્વપ્નમાં આપ્યા દર્શન મંદિર નિર્માણનો ભગવાને આપ્યો સંકેત પુરીના જગન્નાથની અમદાવાદમાં થઈ પધરામણી ,આજનું મંદિર મહંત નરસિંહદાસજીની ભક્તિનું છે પ્રતિક

મંગળા આરતીનું મહત્વ 

પરમાત્માની ભક્તિમાં લીન થવાનું માધ્યમ ભગવાનની મંગળા આરતીના દર્શન છે પાવનકારી મંગળા આરતીથી તન અને મન ભક્તિમય, ઉત્સાહથી ભરાય છે વ્યક્તિત્વને ઉજ્જવળ કરે છે મંગળા આરતી સ્કંદપુરાણમાં છે મંગળા આરતીનું મહત્વ

મંગળા આરતીથી મનમાં થાય શક્તિનો સંચાર તન અને મનને શાંતિ આપે છે મંગળા આરતી

ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે, જગન્નાથજીને ભગવાન ઇન્દ્રએ આપ્યો હતો રથ , પીળા વસ્ત્રોથી ભગવાનના રથનો થાય છે શણગાર , ભગવાનના રથને નંદીઘોષ તરીકે ઓળખાય છે , અન્ય 2 રથોની સરખામણીએ ભગવાનનો રથ મોટો રખાય છે , ભગવાનના પરંપરાગત રથમાં 16 પૈડા રાખવામાં આવે છે , બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે ,તાલવાન દેવતાઓએ બલભદ્રને રથ આપ્યો હતો , બલભદ્રનો રથ 14 પૈડા વાળો અને બહેનના રથથી મોટો બનાવાય છે , સુભદ્રાજીના રથનું નામ દેવદલન અને પદ્માધ્વજ રખાયુ છે , બહેન સુભદ્રાના પરંપરાગત રથમાં 12 પૈડા હોય છે , શું છે આ પહિંદ વિધિ?

ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે , પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ , પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ , સોનાની સાવરણીથી કરવામાં આવે છે પહિંદ વિધિ , પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે , રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાઇ છે , ગુજરાતમાં મુખ્યમંત્રી પરંપરા મુજબ કરે છે પહિંદ વિધિ

મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે , 1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે ,પુરી રથયાત્રામાં પુરીના રાજા કરે છે પહિંદ વિધિ

જગન્નાથ મંદિરનો ઇતિહાસ અમદાવાદનું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષથી વધુ જુનુ છે. સાબરમતી નદી નજીક જમાલપુરમાં જગન્નાથ મંદિર સ્થિત છે. અહીં 400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. હનુમાનજીદાસ બાદ સારંગદાસજીએ ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપી અને જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાનું પણ મંદિરમાં સ્થાપન થયું હતું. 147 વર્ષ પહેલા નૃસિંહદાસજી રથયાત્રાની પરંપરા આરંભી હતી. હાલ વર્તમાન સમયમાં દિલિપદાસજી જગન્નાથ મંદિરના મુખ્યમહંત છે.

30 હજાર કિલો મગનો પ્રસાદ નગરજનોને વહેચાશે થયાત્રામાં 30 હજાર કિલો મગનો પ્રસાદ નગરજનોને વહેચાશે તો 500 કિલો જાંબુ, 500 કીલો કેરી, 400 કીલો કાકડીનો પ્રસાદ પણ વહેચવામાં આવશે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજીની મંગળા આરતી થશે તો આ મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે.

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા  આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે. અષાઢી બીજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બનશે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાશે.

રથયાત્રા કેવી રીતે નિકળે છે ?

June 27, 2025 04:02

દરવર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર કરે છે નગરચર્યા

3 અલગ અલગ રથમાં ભગવાન પોતે ભાઈ અને બહેન સાથે નીકળે છે

રથયાત્રામાં સૌથી આગળ ભાઇ બલભદ્ર રથમાં થાય છે સવાર

ત્રીજો રથ ભગવાન જગન્નાથના રથને રાખવામાં આવે છે

બંને ભાઈના રથની વચ્ચે બહેન સુભદ્રાના રથને શહેરમાં ફેરવવામાં આવે છે

નગરચર્યાએ નીકળતા અગાઉ ભગવાનની મંગળા આરતી થાય છે

મંગળા આરતી બાદ ભાગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે

પાટા ખોલ્યા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામા આવે છે

ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ યોજાય છે

ભગવાનની પહિંદવિધીમાં ગુજરાતના CM પરંપરા મુજબ ભાગ લે છે

પહિંદ વિધિ બાદ ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નીકળે છે

રથયાત્રામાં હાથી, અખાડા, ભજન મંડળી અને કરતબબાજો હોય છે

ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન મામાના ઘરે સરસપુર પહોંચે છે

સરસપુરમાં ભગવાન બપોરે આરામ કર્યા બાદ નીજમંદિર જાય છે

ત્રણેય રથ ખલાસીઓ દ્વારા ખેંચીને શહેરમાં ફેરવવામાં આવે છે

સંધ્યા બાદ ભગવાન જગન્નાથ નીજ મંદીરે પરત ફરે છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button