ગુજરાત

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. આ યાત્રા દરમિયાન હવામાન કેવું રહેશે એ જાણવું યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ છે.

અમદાવાદમાં આજે 148મી રથયાત્રાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અમદાવાદ સિવાય સમગ્ર ગુજરાતમાં અને દેશમાં જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાનની સ્થિતિ જાણવી ખૂબ જરૂરી બની જાય છે. હવામાન વિભાગે રથયાત્રાના દિવસે ટૂંકાગાળાની આગાહી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત પૂર્વે સવારના સમયે અમી છાંટા પડ્યા હતા. હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાક દરમિયાન પણ એવી જ હળવી છાંટાની શક્યતા છે. વરસાદની ચિંતા રથયાત્રામાં વિઘ્ન ન ઊભું કરે તેવી આશા છે.

રાજ્યના કઈક વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્ર-કચ્છના મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ સાથે વીજળી અને પવનની શકયતા છે. અહીં 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની અને 30થી 60 ટકાની વીજળી પડવાની શક્યતા જણાવાઈ છે.

જ્યાં એલર્ટ છે, રાજ્યના અન્ય ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેવાની છે. સાઉથ ગુજરાત અને મિડ ગુજરાતમાં મોસમ સ્થિર જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને એ પણ જણાવ્યું કે ગઈકાલની સરખામણીએ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થોડો ઘટ્યો છે, પરંતુ આવતા કલાકોમાં હવામાન બદલાઈ શકે છે. રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગમાં ભારે વરસાદની કોઈ શકયતા નથી, પરંતુ હળવી છાંટા અને પવન-વીજળી સાથેના સામાન્ય વરસાદ માટે કોઈક વિસ્તારોમાં આગાહી છે. યાત્રાળુઓએ સાવચેતી રાખવી જરૂરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button