બ્રેકીંગ ન્યુઝ

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2948ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે ,

તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું છે અને વિમાને આગળની ઉડાન માટે મંજૂરી આપી છે. મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી પ્રથમતા છે.”

મુંબઈથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 2954 માં એક ટીશ્યૂ પેપર મળ્યું હતું, જેમાં લખ્યું હતું કે “એર ઇન્ડિયા 2948 @ T3 માં બોમ્બ છે”. આ લખાણ જોઈને ક્રૂ મેમ્બરે તરત જ ઊંચા અધિકારીઓને જાણ કરી અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા. ઘટના બાદ દિલ્લી ફાયર ડિપાર્ટમેન્ટને સવારે 4:42 વાગ્યે કોલ કરવામાં આવ્યો અને તરત જ બોમ્બ સ્ક્વોડ સહિતની તમામ સુરક્ષા ટીમો સક્રિય થઈ ગઈ. વિમાન અને સમગ્ર એરિયાની તપાસ શરૂ કરવામાં આવી. આખરે તપાસમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહીં અને આ ધમકી ખોટી હોવાનું જાહેર કરવામાં આવ્યું.

એર ઇન્ડિયાએ નિવેદન આપીને જણાવ્યું કે, “અમારા એક વિમાનમાં બિન-વિશિષ્ટ સુરક્ષા ચેતવણી મળી હતી. અમે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું છે અને વિમાને આગળની ઉડાન માટે મંજૂરી આપી છે. મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી પ્રથમતા છે.”

આ પહેલા પણ આવા કેટલાક બનાવો નોંધાયા છે. 13 જૂને થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI-379 માં બોમ્બ ધમકી મળતા તાત્કાલિક ફ્લાઇટનું ફુકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં 156 મુસાફરો સવાર હતા. આ ધમકી મળતાંજ એરપોર્ટએ કન્ટિજનસી પ્લાન લાગુ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

22 જૂને પણ એર ઇન્ડિયાની બર્મિંગહામથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI-114 ને બોમ્બ ધમકી મળતા વિમાનને રિયાધ તરફ વાળવામાં આવ્યું હતું. ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે રિયાધમાં લેન્ડ કરાવાયું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે હોટલમાં રોકવામાં આવ્યા હતા. ટોઇલેટ નજીકથી મળેલા કાગળમાં ધમકી લખેલી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button