જાણવા જેવું

ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સને જીએસટીએ ફટકારી નોટિસ : રૂ. 2298 કરોડના બાકી કરની ઉઘરાણી

કંપની સામે ચૂકવણી ન કરવાનો, ઓછી ચૂકવણી કરવાનો, ખોટી રીતે રિફંડ મેળવવાનો જીએસટી અધિકારીનો આરોપ

જાહેર ક્ષેત્રની ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સને કર અધિકારીઓ દ્વારા રૂ.2,298 કરોડની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની માંગની નોટિસ મળી છે. કંપનીએ ગઇકાલે જણાવ્યુ હતુ કે, જીએસટી માંગની આ શોકોઝ નોટિસ મુંબઇ દક્ષિણ તેમજ મહારાષ્ટ્ર રાજ્યના એડીશનલ કમિશનરની ઓફીસ તરફથી મળી છે.

ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સને ફટકારવામાં આવેલી આ નોટિસમાં જણાવ્યું છે કે, એપ્રિલ 2018થી માર્ચ 2023ના સમયગાળામાં છેતરપીંડી તથા હકીકત છૂપાવવાનો આરોપ છે તેથી જીએસટીની માંગ વીમાકંપની પાસેથી શા માટે ન કરવી જોઇએ તેમ જણાવ્યું છે. નોંધનીય છે કે આ નોટીસ સીજીએસટી કાયદો 2017ની કલમ 74 અને 123 હેઠળ ફટકારવામાં આવી છે.

જેમાં કલમ 74 કલમ આ બાબત સાથે સંબંધિત જ્યાં કરની ચૂકવણી ન કરવી કે ખોટો ઉપયોગ કરવો અથવા જાણીજોઇને ખોટી જાણકારી આપવી, જ્યારે કલમ 123 સમયસર રિટર્ન ફાઇલ ન કરવા સંબંધિત છે. કંપનીએ કહ્યું છે કે આ નોટિસની તેની નાણાકીય, કાર્યકારી અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં અને તે તેનો કડક જવાબ આપશે.

GST અધિકારીઓએ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ પર ચૂકવણી ન કરવાનો, ઓછી ચૂકવણી કરવાનો, ખોટી રીતે રિફંડ મેળવવાનો અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. નોટિસમાં છેતરપિંડી, ઇરાદાપૂર્વક ખોટી રજૂઆત અથવા હકીકતો છુપાવવાના આધારે આ માંગ કરવામાં આવી છે.

વધુમાં, આ નોટિસ વીમા ઉદ્યોગમાં વ્યાપક મુદ્દાઓ સાથે સંબંધિત હોઈ શકે છે, જેમ કે 2023માં ન્યૂ ઇન્ડિયાને મળેલી રૂ.2,379 કરોડની બીજી GST નોટિસમાં જોવા મળ્યું હતું. તે સમયે, વીમા પ્રીમિયમ પર GST ન ચૂકવવા અને પુન:વીમા કમિશન પર કર ચૂકવવા સંબંધિત હતી, જ્યાં મુખ્ય વીમાદાતાએ ફોલોઅર વીમાદાતા વતી 100% GST ચૂકવ્યો હતો.

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તે આ નોટિસનો સમયસર જવાબ આપશે અને તેને વિશ્વાસ છે કે તેની તરફેણમાં મજબૂત આધાર છે. કંપની કહે છે કે આ નોટિસની તેના વ્યવસાય અથવા નાણાકીય સ્થિતિ પર કોઈ અસર થશે નહીં. કર સલાહકારોની સલાહના આધારે, કંપની ટૂંક સમયમાં વિગતવાર જવાબ ફાઇલ કરશે.

આ નોટિસ વીમા ક્ષેત્રમાં GST અધિકારીઓની વધતી જતી તપાસનો એક ભાગ છે. તાજેતરના વર્ષોમાં નીચે જણાવેલ ઘણી વીમા કંપનીઓને સમાન નોટિસ મળી છે.

જેમાં બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ: રૂ.1,010 કરોડની નોટિસ, HDFC લાઇફ: રૂ. 942 કરોડની નોટિસ,  ICICI  પ્રુડે. લાઇફ: રૂ. 492 કરોડની નોટિસ, ICICI લોમ્બાર્ડ: રૂ. 1,729 કરોડની નોટિસ, LIC: રૂ. 290 કરોડની નોટિસ પડી છે. આ નોટિસોનું કુલ મૂલ્ય રૂ. 5,832 કરોડ છે, જે વીમા ઉદ્યોગમાં GST અનુપાલન પર વધતા નિયમનકારી ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button