ગુજરાતમાં 26 થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે :કચ્છમાં MLAની ઉપસ્થિતિમાં જ શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર ,
400માંથી એક પણ વિદ્યાર્થી હાજર ન રહ્યો : શરમજનક ઘટના સામે આવી છે. ધારાસભ્યની હાજરીમાં જ શાળા પ્રવેશોત્સવનો વાલીઓએ બહિષ્કાર કર્યો ,

ગુજરાતમાં 26 થી 28 જૂન દરમિયાન એમ ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ-2025 કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-2025 માટે કચ્છ પહોંચ્યા. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવમાં કચ્છ આવે પહેલા જ શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
કચ્છના લખપતના કોટડા મઢ ગામમાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં 400 વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી હાજર ન રહ્યા. કોટડા મઢ ગામમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન એક પણ વિદ્યાર્થી હાજર ન રહ્યો. કચ્છ તંત્ર માટે આ શરમજનક ઘટના છે.
કચ્છના લખપતના કોટડા મઢની શાળા જર્જરિત હાલતમાં છે. શાળાના મકાનમાં છત પરથી પોપડા પડે છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે શાળાની છત પરથી પોપડા પડી રહ્યા છે. આ મુદ્દે ગયા વર્ષે પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં લાંબા સમયથી શાળાની મરામત કરવામાં આવી નથી. ત્યારે શાળા પ્રવેશોત્સવ દરમિયાન વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે.
ઉપરાંત ખડીર વિસ્તારના અમરાપર ગામમાં પણ શિક્ષકોની ઘટ છે, ત્યારે આ બાબતે વાલીઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લીધે શાળા પ્રવેશોત્સવનો ધારાસભ્યની હાજરીમાં બહિષ્કાર કરવામાં આવ્યો. આ અંગે ધારાસભ્યએ જણાવ્યું કે આખા જિલ્લામાં શિક્ષકોની ઘટ છે. ધારાસભ્યએ મૌખિક ખરી આપતા જણાવ્યું કે શિક્ષકોની ભરતી થશે પછી આ સમસ્યાનું સમાધાન આવી જશે.