કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આ અંગે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે ; જેમાં સ્કુટર સહિત દ્વિચક્રી વાહનોના વેચાણ સાથે બે હેલ્મેટ આપવાનું ફરજીયાત બનાવી દીધુ છે.
એન્ટીલોક બ્રેકીંગ સિસ્ટમ બાદ કેન્દ્રનું વધુ એક જાહેરનામુ : આઇએસઆઇ માર્કાના હેલ્મેટ દેવા પડશે

દેશમાં દ્વિચક્રી વાહનોની મુસાફરી સલામત બનાવવા અને વાહન ચાલકને અકસ્માત સમયે માથામાં ઇજા ન થાય તે માટે હેલ્મેટની જે વ્યવસ્થા છે તેમાં સરકારે હવે દરેક બાઇક અને સ્કુટર સહિત દ્વિચક્રી વાહનોના વેચાણ સાથે બે હેલ્મેટ આપવાનું ફરજીયાત બનાવી દીધુ છે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આ અંગે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આગામી ત્રણ માસમાં ઓટો કંપનીઓએ તેનો અમલ થાય તે નિશ્ર્ચિત કરવાનો રહેશે. સુત્રોના જણાવ્યા મુજબ તા. 23 જુનના રોજ બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં વાહન ચાલક અને તેની પાછળ બેસેલા બંને વ્યકિત માટે હેલ્મેટ જરૂરી બનાવાયા છે. આ સુચનામાં જણાવાયું છે કે દ્વિચક્રી વાહનની ખરીદ સમયે જ આઇએસઆઇ બ્રાન્ડના બે હેલ્મેટ પણ જે તે ખરીદનારને આપવાના રહેશે.
23 જુનના જાહેરનામામાં ત્રણ માસમાં તેનો અમલ શરૂ થશે. આ માટે 50 સીસીથી વધુ ક્ષમતા ધરાવતા અને 50 કિ.મી. કે તેથી વધુની ગતિ ધરાવતા વાહનોને આ સિસ્ટમ હેઠળ આવરી લેવાયા છે. એટલું જ નહીં તેના માટે એન્ટીલોક બ્રેકીંગ સિસ્ટમ પણ ફરજીયાત બનાવાઇ છે જેથી વાહન ચાલકને બે્રક લગાવવાના સમયે તે ગબડી પડે નહીં અથવા તો વાહન ફંગોળાઇ જાય નહીં. દેશમાં જે રીતે માર્ગ અકસ્માતોમાં દ્વિચક્રી વાહન ચાલકો સૌથી વધુ ભોગ બને છે તે જોતા આ નિયમ અમલી બનાવાયો છે.