ગુજરાત

તારંગા હીલથી અંબાજી થઇને આબુ રોડ સુધીની 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇન કેજે ગુજરાતની સૌથી લાંબી ટનલ થશે ,

કુલ રૂ.2789.16 કરોડના બજેટનો પ્રોજેકટ: વર્ષ 2026-27માં પૂરો થઈ જશે , ગુજરાત - રાજસ્થાનના વધુ એક માર્ગે જોડાશે

તારંગા હીલથી અંબાજી થઇને આબુ રોડ સુધીની 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. પહાડો અને જંગલો વચ્ચેથી નીકળતી રેલવે લાઇન 11 ટનલમાંથી પસાર થશે. જે પૈકી સાબરકાંઠાના પોશીના તાલુકામાંથી 1.860 કિલોમીટર લાંબી ટનલ લાઇનનું કામ ચાલી રહ્યું છે.

કાટમાળને હટાવી માર્કિંગ પ્રમાણે કામ થઇ રહ્યું છે કે કેમ તે સરવેયરની ટીમ ચકાસણી કરે છે. જરૂર જણાય ત્યાં ખડકોની કટીંગ કરાય છે. આ પ્રક્રિયા નિરંતર સપ્તાહના 7 દિવસ અને 24 કલાક ચાલતી રહે છે. છેલ્લા 2 મહિનામાં 100 મીટર લાંબી ટનલનું કામ થઇ ચૂક્યું છે.

બીજી તરફ ટનલને વધુ મજબુત બનાવવા લોખંડની અલગ-અલગ આકારની પ્લેટો સાથે ટીસીઆર દ્વારા અલગ પ્રકારના સિમેન્ટના દ્વાવણનું સ્પ્રે કરાય છે. સમયાંતરે ટનલ પર લગાવેલી લોખંડની પ્લેટો તેના સ્થળે જ છે કે ખસી રહી છે તેના પર બારીકાઇથી નજર રખાય છે.

ઓક્સિજનના સપ્લાય માટે ટનલની શરૂઆતમાં વેલ્ટીનેશન માટે મશીન મુકાયું છે. એક મહીના પછી પહાડની બીજી બાજુથી ટનલનું કામ શરૂ કરાશે. ટનલનું કામ આગામી 3 વર્ષની અંદર પૂર્ણ કરાશે.

આબુરોડથી અંબાજી સુધીનો હાલનો રોડ માર્ગ 20 કિમી છે. જ્યાં 30 મિનિટ લાગે છે. રેલવે ટ્રેક 32.654 કિમીનો હશે. સમય અંદાજે 30થી 50 મિનિટ લાગશે. આબુરોડથી તારંગા હિલ સુધીનો રોડ માર્ગ 73 કિમી છે. જ્યાં 1.5થી 2 કલાક લાગે છે. ટ્રેનથી અંતર 84 કિમી થશે.

સમય પણ એટલો જ રહેશે.આબુરોડના નોર્થ વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી ચીફ ઈજનેર ચંદ્રભાનસિંહે જણાવ્યું હતું કે, આબુરોડથી અંબાજી વચ્ચે ટનલ, બ્રિજ, ઓવરબ્રિજ અને પુલિયાનું કામ ચાલી રહ્યું છે.

98 ટકા જમીન રેલવેને મળી ગઈ છે. ટ્રેકથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે નવો વિકલ્પી રેલવે માર્ગ મળશે. આ પ્રોજેકટનું બજેટ રૂ.2798.16 કરોડ છે. હાલ 11 ટકા કામ પૂર્ણ થયું છે.116.65 કિલોમીટરનો ટ્રેક છે.જેમાં 84 કિમી ટ્રેક ગુજરાતમાં, 34 કિમી ટ્રેક રાજસ્થાનમાં છે.કામગીરી વર્ષ 2026-27માં પૂરી થઈ શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button