મહારાષ્ટ્ર
મરાઠી બોલવી જ પડશે : થપ્પડ કાંડ અંગે મહારાષ્ટ્રના મંત્રીએ ધમકી આપી ,
ન આવડતી હોય તો એમ કહેવાનું અમે પ્રયત્ન કરીએ છીએ : ના કહી નહીં શકાય

મહારાષ્ટ્રમાં ભાષા મુદ્દે ફરી એક વખત સર્જાયેલા વિવાદમાં હવે ગુજરાતી વ્યાપારી પર મરાઠી નહીં બોલવા બદલ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ કરેલા હુમલા અને તેમને થપ્પડ ઝીંકી દેવાની ઘટનાને રાજયના મંત્રી યોગેશ કદમે યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું કે મહારાષ્ટ્રમાં મરાઠી જ બોલવી પડશે.
કદમે એવું કહ્યું કે, મરાઠી એ પુરા મહારાષ્ટ્રમાં બોલવામાં આવે છે અને તમે જો મરાઠી ન જાણતા હોય તો એમ કહેવાનું કે અમે એ ભાષા બોલવાનો પ્રયત્ન કરીશું પરંતુ મરાઠી બોલશુ તેમ કહેવાય નહીં.
જો મરાઠી બોલવાની ના પાડશો તો તે ચાલશે નહીં. બીજી તરફ મુંબઈમાં આ મુદે પોલીસે તપાસ શરૂ કરી છે અને ગુજરાતી વ્યાપારીને લાફા મારનાર મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓને ઓળખી કઢાયા છે તથા હવે તેમની સામે શું કાર્યવાહી થશે તેના પર નજર છે.
Poll not found