આસારામ બાપુને આરોગ્યના આધાર ઉપર એક મહિનાના જામીન લંબાવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા, તેથી વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી, જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામ બાપુની અરજી પર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 03 મહિનાના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.

સુરતની યુવતી સાથેના કથિત દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આરોપી આસારામ બાપુને આરોગ્યના આધાર ઉપર એક મહિનાના જામીન લંબાવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે અને રાજસ્થાનના એક કેસમાં પણ સજા થતા તે હાલ જોધપુર જેલમાં છે. ત્યારે આસારામ બાપુએ આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા, તેથી વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી, જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામ બાપુની અરજી પર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 03 મહિનાના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.
હવે આસારામ બાપુ દ્વારા આ જામીન અરજીને લંબાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એના પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે એક મહિનો જામીન લંબાવ્યા છે. આસારામ બાપુએ વધુ 03 મહિના જામીન વધારવા માટે માગ કરી હતી. હાઇકોર્ટની ડીવીઝન બેન્ચ દ્વારા બેંચે આ જામીન છેલ્લી વખત 01 મહિનો વધાર્યા છે એટલે કે આ મહિનાના અંત સુધી જામીન મળ્યા છે. આ પહેલાં 27 જૂને હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા.
આસારામ બાપુ વયોવૃદ્ધ અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અગાઉ હાઇકોર્ટે આસારામના પુત્ર નારાયણ સાંઈને જોધપુર ખાતે આસારામને ખાતે મળવા જવા 05 દિવસના હંગામી જામીન આપતો હુકમ પસાર કર્યો હતો.
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ બાપુ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’ પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યાર બાદ આસારામ બાપુના ફાર્મહાઉસ શાંતિ વાટિકા પર બોલાવવામાં આવી હતી. આશ્રમની અન્ય વ્યક્તિ તેને આસારામ બાપુના ફાર્મહાઉસ પર લઈ ગયા હતા, જ્યાં આસારામે હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં શરૂ કરતાં ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આસારામે ‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’ કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યાર બાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી.
સુરતની બે બહેનોએ નારાયણ સાઈ અને આસારામ બાપુ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતાં આસારામ બાપુને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નારાયણ સાંઇને સુરતના કેસમાં આજીવન કેદની સજા કરાઇ છે.