જાણવા જેવું

અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા : વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજી ,

બિટકોઈન 1.10 લાખ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો અને માર્કેટના કુલ કેપિટલાઈઝેશનમાં 2.37 ટકાનો વધારો થઈને આંકડો 3.39 ટ્રિલ્યન ડોલર પર પહોંચ્યો હતો.

અમેરિકામાં લેબર ડેટા ધાર્યા કરતાં નબળા આવ્યા હોવાને પગલે હવે વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા વધી ગઈ છે. આ પરિબળની અસર ને કારણે ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજી આવી હતી.

બિટકોઈન 1.10 લાખ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો અને માર્કેટના કુલ કેપિટલાઈઝેશનમાં 2.37 ટકાનો વધારો થઈને આંકડો 3.39 ટ્રિલ્યન ડોલર પર પહોંચ્યો હતો.

ઇથેરિયમ પણ 2600ની મહત્ત્વપૂર્ણ સપાટીની આજુબાજુ ચાલી રહ્યો હતો. અન્ય વધેલા કોઇનમાં એક્સઆરપી 4.30 ટકા, સોલાના 2.02 ટકા, ડોઝકોઇન અને કાર્ડાનો 6-6 ટકા સાથે સામેલ હતા.

આ તેજીમાં ઉમેરો કરનારું વધુ એક પરિબળ એટલે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે બિટકોઇનના ભાવ વિશે કરેલી આગાહી. આ બેન્કનો અંદાજ છે કે વર્તમાન વર્ષના ત્રીજા ક્વોર્ટરના અંત સુધીમાં બિટકોઇનનો ભાવ 1.35 લાખ ડોલર થઈ જશે અને વર્ષના અંત સુધીમાં એ બે લાખ ડોલર સુધી પહોંચી જશે.

બીજી બાજુ, ડોનલ્ડ ટ્રમ્પે વિયેતનામ સાથે વેપાર કરાર કરી લેતાં ક્રિપ્ટો માર્કેટમાં માહોલ સુધર્યો છે.દરમ્યાન, એક્સઆરપી ટોકનની નિર્માતા રિપલે અમેરિકામાં રાષ્ટ્રીય બેન્કિંગ લાઇસન્સ માટે અરજી કરી છે. એનું લક્ષ્ય અમેરિકામાં નિયમન હેઠળ ક્રિપ્ટોકરન્સી સર્વિસિસ પૂરી પાડવાનું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button