ગુજરાત
ખેડાની રાઇસ મિલમાં ફાટી નીકળી ભયાનક આગ, દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા ,
ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી, અવરજવરવાળા વિસ્તારમાં આવેલ રાઇસ મિલમાં આગ લગતા ઘડીભર અફરાતફરીનો માહોલ

ખેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. વિગતો મુજબ નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં આવેલ રાઇસ મિલમાં આગ લગતા ઘડીભર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ તરફ ઘટનાની જાણકારી મળતાં જ ખેડા ફાયર સહીત નડિયાદથી ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે આગ કાબુમાં લેવા માટે ખેડા નગરપાલિકા ટીમ સાથે નડિયાદની ટીમ પણ જોડાઈ છે.
ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા છે. આ સાથે પ્રાંત અધિકારી મામલતદાર, ખેડા ટાઉન PI અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
Poll not found