કાલે જન્મદિને ઉતરાધિકારી પસંદ થવાની અટકળો પર પૂર્ણવિરામ મુકતા તિબેટીયન ધાર્મિક વડા ; હજુ 30 – 40 વર્ષ જીવવાનો છુ
તેઓએ ઉમેર્યું કે, આપણે દેશ ગુમાવી દીધો છે અને ભારતના આશ્રય પર છીએ જયાંથી ઘણા લાભ મળ્યા છે. ધર્મશાલામાં વરસાદ કરતા લોકોને પણ રાહત છે. લોકોની શકય એટલી વધુ સેવા કરવાનું લક્ષ્ય છે

તિબેટના સર્વોચ્ચ ધાર્મિક વડા દલાઈ લામાએ પોતાના ઉતરાધિકારીની પસંદગી વિશેની અટકળો-અફવા પર પૂર્ણવિરામ મુકી દીધુ છે. હજુ પોતે ઈશ્વરના આશિર્વાદથી 30-40 વર્ષ જીવવાના છે ત્યારે ઉતરાધિકારી પસંદ કરવાની કોઈ વાત નથી.
આવતીકાલે 90મા જન્મદિનની ઉજવણી પુર્વે લાંબી આયુષ્ય માટે પ્રાર્થનાસભામાં બોલતા તેઓએ કહ્યું કે ઈશ્વરના આશિર્વાદ મારી સાથે હોવાના સ્પષ્ટ સંકેતો મને મળ્યા છે. હજુ વધુ 30-40 વર્ષ જીવીશ તેવો વિશ્વાસ છે. અનુયાયીઓની પ્રાર્થનાનુ ફળ મળ્યુ છે.
તેઓએ ઉમેર્યું કે, આપણે દેશ ગુમાવી દીધો છે અને ભારતના આશ્રય પર છીએ જયાંથી ઘણા લાભ મળ્યા છે. ધર્મશાલામાં વરસાદ કરતા લોકોને પણ રાહત છે. લોકોની શકય એટલી વધુ સેવા કરવાનું લક્ષ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 90માં જન્મદિને દલાઈ લામા પુર્નજન્મની થિયરીના આધારે ઉતરાધિકારી જાહેર કરશે તેવી અટકળો હતી. ચીન ઉંડો રસ લેતુ હતુ. ભારતે દલાઈ લામા સ્વતંત્ર હોવાનું કહેતા સામસામા વિધાનો પણ થયા હતા.