જાણવા જેવું

હાફિઝ સઈદ, મસુદ અઝહરને સોંપવા પાક. તૈયાર? બિલાવલનો સંકેત ,

પાક.ના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતને માટે ચિંતાજનક વ્યકિતઓના પ્રત્યાર્પણમાં પાકિસ્તાનને કોઈ વાંધો હોઈ શકે નહીં : જોકે ભારતના ‘સહકાર’ની પૂર્વ શરત મુકી

ભારતના અનેક વોન્ટેડ પાકિસ્તાનમાં શરણ લઈ રહ્યા છે અને અગાઉ ભારત દ્વારા પાકિસ્તાનને દાઉદ ઈબ્રાહીમ સહિતના વોન્ટેડને સુપ્રત કરવા કરાયેલી માંગણીમાં પણ પાકે ઠંડુ પાણી રેડયુ છે અને જૈસે મહમદ અને હીઝબુલ મુજાહીદીન સહિતના ત્રાસવાદી સંગઠનના વડાઓ પણ પાકિસ્તાનમાં સલામત છે.

તે સમયે પાકના પૂર્વ વિદેશ મંત્રી બીલાવલ ભૂટ્ટો ઝરદારીએ એક મુલાકાતમાં કહ્યું કે, જો ભારત માટે કોઈ વ્યકિત ચિંતાજનક હોય અને તેની માંગણી કરે તો અમને આપવામાં કોઈ વાંધો નથી.

તેમણે એવો દાવો કર્યો કે, પાકિસ્તાન ભારત સાથે વિશ્વાસભર્યા સબંધો માટે આગળ વધવા તૈયાર છે પણ મહત્વનું એ છે કે ભારતે તેમાં સહકાર આપવો જોઈએ. અલ ઝઝીરા ચેનલ સાથે એક મુલાકાતમાં તેણે આ નિવેદનો કર્યા હતા.

તેમનું પુછાયું કે, લશ્કર એ તોયબાના વડા હાફીજ સઈદ અને જૈસે મહમદના મસૂદ અઝરને ભારતને સોંપવા અંગે પાકિસ્તાન વિચારી શકે છે તે સમયે બીલાવલે આ જવાબ આપ્યો હતો અને કહ્યું કે પાકિસ્તાન સાથે સર્વગ્રાહી વાટાઘાટોનો ભાગ હોઈ શકે મને ખાત્રી છે કે પાકિસ્તાનને તેમાં કોઈ વાંધો નહીં હોય.

News Click 24

Poll not found

Related Articles

Back to top button