ક્રુડ તેલમાં વધુ રાહત મળશે ; સાઉદી અરેબીયા સહિતના ઓપેક દેશો પોતાના ઘટતા જતા માર્કેટ શેરથી ચિંતિત : ભારતને લાભ
ઓપેક દેશોમાં સાઉદી અરેબિયા સહિતના દેશો કે જેમાં સંગઠન બન્યું છે તેના દ્વારા એક વર્ચ્યુઅલ બેઠકમાં આ શકયતાઓ અંગે ચર્ચા થઇ હતી અને સાઉદી અરેબીયાએ અન્ય ઓપેક દેશોની સાથે છેલ્લા ત્રણ માસમાં રોજનું 4.11 લાખ બેરલ ક્રુલ તેલ ઉત્પાદન વધારો કરીને તે માર્કેટમાં મૂકયુ છે અને હવે તેમાં વધુ વધારો કરવાની વિચારણા કરી રહ્યું છે.

મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાઇ જતા ક્રુડ તેલના ભાવમાં થયેલા ઘટાડા વચ્ચે આગામી દિવસોમાં આ આંતરરાષ્ટ્રીય ઇંધણ વધુ સસ્તુ થાય તેવા સંકેત છે અને ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટીંગ ક્ધટ્રીઝ)એ આગામી માસથી ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારાની જાહેરાત કરી છે. જેના કારણે ક્રુડ તેલના ભાવમાં વધુ ઘટાડો આવી શકે છે.
ઓપેક દેશોમાં સાઉદી અરેબિયા સહિતના દેશો કે જેમાં સંગઠન બન્યું છે તેના દ્વારા એક વર્ચ્યુઅલ બેઠકમાં આ શકયતાઓ અંગે ચર્ચા થઇ હતી અને સાઉદી અરેબીયાએ અન્ય ઓપેક દેશોની સાથે છેલ્લા ત્રણ માસમાં રોજનું 4.11 લાખ બેરલ ક્રુલ તેલ ઉત્પાદન વધારો કરીને તે માર્કેટમાં મૂકયુ છે અને હવે તેમાં વધુ વધારો કરવાની વિચારણા કરી રહ્યું છે.
આ માટે ઓપેકનો વ્યુહ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલમાં જે રીતે નોન-ઓપેક દેશોનો માર્કેટ શેર વધી રહ્યો છે તેની સામે પોતાનો દબદબો જળવાઇ રહે તે જોવા માંગે છે. જોકે ઓપેકના નિર્ણયથી વૈશ્ર્વિક કક્ષાએથી ક્રુલ તેલમાં ઓવર સપ્લાય જેવી સ્થિતિ બનશે પરંતુ ઓપેકને તેની ચિંતા નથી. લાંબા સમયથી પોતાની ભૂમિકા નિશ્ર્ચિત કરવા પ્રયત્ન કરી રહ્યું છે.