કર્ણાટકમાં ડેપ્યુટી સીએમનું મહત્વનું વિધાન ;જો ખુરશી ઉપર બેસવાની તક મળતી હોય તો તે જવા દેવી જોઈએ નહી
રાજયના મુખ્યમંત્રીએ ધારાશાસ્ત્રીઓની સભામાં રમૂજ સાથે રાજકીય સંકેત પણ આપી દીધો : સિધ્ધરમૈયાના સ્થાને હવે સીએમ બનવા ઈચ્છુક કદાવર નેતાએ કહ્યું કે ખુરશીની તક ભાગ્યે જ મળે છે

કણૉટકમાં અઢી વર્ષ જુની કોંગ્રેસ સરકારમાં હવે ફરી એક વખત મુખ્યમંત્રી પદ માટે અત્યંત મહત્વપૂર્ણ ખેચતાણ શરૂ થઈ ગઈ છે અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર કે જેમણે 2023માં રાજયમાં કોંગ્રેસને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેઓ હવે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે પરંતુ વર્તમાન મુખ્યમંત્રી સિધ્ધેરમૈયા પોતાની ગાદી છોડવા તૈયાર નથી અને બન્ને નેતાઓ વચ્ચે સમાધાન માટે દિલ્હીમાં રાહુલ ગાંધીએ પ્રયાસો કરી જોયા છે. પરંતુ આંતરિક રીતે જે વિખવાદ છે તે હજુ ચાલુ છે અને ડી.કે. શિવકુમાર કોઈપણ ભોગે હવે મુખ્યમંત્રી બનવા માંગતા હોવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
તેઓએ તા.11ના બેંગ્લોર એડવોકેટ એસો. આયોજીત એક કાર્યક્રમમાં એવા સુચક વિધાનો કર્યા કે જો ખુશી મળતી હોય તો તેવી તક હાથમાંથી જવા દેવી જોઈએ નહીં. અને તેમની આ ટીપ્પણી જબરી વાયરલ થઈ છે. વાસ્તવમાં તેઓએ આ કાર્યક્રમમાં અનેક ખુરશીઓ ખાલી હતી અને તેમ છતા અનેક સીનીયર વકીલો પણ દૂર ઉભા હતા.
તેમને સંબોધીને કહ્યું કે ,હું જોઈ રહ્યો છું કે ખુરશીઓ ખાલી હોવા છતા ધારાશાસ્ત્રીઓ તેના પર બેસતા નથી અને અમે છીએ કે ખુશીઓ શોધતા રહીએ છીએ અને તેના માટે સંઘર્ષ કરીએ છીએ જયારે ખુશી મેળવવાનું આસાન નથી તમને તક મળે છે તો ખુરશીમાં બેસી જવું જોઈએ અને આવી તક હાથમાંથી જવા દેવી જોઈએ નહીં.
શિવકુમારની આ ટીપ્પણીને કોંગ્રેસમાં જે રીતે આંતરીક વિખવાદ શરૂ થયો છે. તે સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં 2023ની કોંગ્રેસ સરકારના આગમન બાદ એવી ચર્ચા હતી કે સિધ્ધરમૈયા અને ડી.કે. શિવકુમાર બન્ને અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદ ભોગવશે પણ સિધ્ધરમૈયાએ અઢી વર્ષ પૂરા થયા પછી પણ હજુ મુખ્યમંત્રી પદ છોડવાના કોઈ સંકેત આપ્યા નથી અને તેઓ સ્પષ્ટ કહે છે કે પાંચ વર્ષ હું જ મુખ્યમંત્રી રહેવાનો છે તે સંદર્ભમાં હવે શિવકુમાર કેવું વલણ અપનાવે છે તેના ઉપર સૌની નજર છે.