જાણવા જેવું

કૃષિ અને MSME ના ધીરાણમાં સોનુ – ચાંદી ગીરવે રાખી શકાશે ; નાના ઉદ્યોગોને પણ તાત્કાલિક ધીરાણ મળી શકશે ,

આરબીઆઈના તા.11 જુલાઈના સર્કયુલર મુજબ રૂા.2 લાખ સુધીની હાઉસ હોલ્ડ લોનમાં સોનુ અથવા ચાંદીને કોલટરલ તરીકે રજૂ કરી શકશે. આમ આરબીઆઈએ પ્રથમ વખત સોનાની સાથે ચાંદીને પણ ગેરંટી તરીકે મૂકવાની માન્યતા આપી હોવાનો સંકેત છે.

દેશમાં સોના સામે ધીરાણની વધતી જતી માંગ વચ્ચે હાલમાં જ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આ પ્રકારના ધીરણમાં અનેક પ્રકારના નિયમો દાખલ કર્યા છે તેની સાથે રીઝર્વ બેંકે હવે ગ્રામીણ વિસ્તારમાં મહત્વપૂર્ણ રીતે કૃષિ લોનમાં પણ સોનુ ગીરવે રાખી શકાશે તેવો બેંકોને આદેશ આપ્યો છે.

ફક્ત સોનુ જ નહીં કૃષિ ઉપરાંત લઘુ ઉદ્યોગોને જેને એમએસએમઈ તરીકે ઓળખવામાં આવે છે તેમાં પણ જો કોઈ વ્યકિત લોન લેવા માંગતો હોય તો તેમાં બેંકો સોનુ અને ચાંદી બન્નેને મોર્ટગેજ તરીકે માન્ય રાખી શકશે.

રૂા.2 લાખ સુધીની લોનમાં આ પ્રકારે સુવિધા આપવામાં આવી છે જેના કારણે નાના ઉદ્યોગો જે પોતે કોઈ મોટી બેંક ગેરંટી આપી શકે તેમ નથી અથવા ખેડૂતો કૃષિ ધીરાણમાં કોઈ મિલ્કત ગીરવે રાખી શકે તેમ નથી તેઓને આ પ્રકારે સોનુ અથવા ચાંદીને મોર્ટગેજ કરીને (સલામતી ગેરંટી તરીકે) ધીરાણ મેળવી શકશે.

આરબીઆઈના તા.11 જુલાઈના સર્કયુલર મુજબ રૂા.2 લાખ સુધીની હાઉસ હોલ્ડ લોનમાં સોનુ અથવા ચાંદીને કોલટરલ તરીકે રજૂ કરી શકશે. આમ આરબીઆઈએ પ્રથમ વખત સોનાની સાથે ચાંદીને પણ ગેરંટી તરીકે મૂકવાની માન્યતા આપી હોવાનો સંકેત છે.

બેંકો આ પ્રકારે સોના અથવા ચાંદીને સીકયુરીટી તરીકે સ્વીકારીને ઝડપથી ધીરાણ મળશે તે જોશે. ખાસ કરીને કૃષિમાં મહત્વના તબકકે કે અન્ય કોઈ ઈમર્જન્સી સમયે આ પ્રકારે ધીરાણ મળી શકશે.

2023માં જ આરબીઆઈએ સોના અને જવેલરી સામેની લોનને ગોલ્ડ લોનમાં વર્ગીકરણ કરવા જણાવ્યું હતું. પરંતુ કૃષિ ધીરાણમાં એમએસએમઈને હવે આ પ્રકારે ધીરાણ મળશે. અને બેંકો માટે પણ જોખમ ઘટશે

News Click 24

Poll not found

Related Articles

Back to top button