બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એરફોર્સનું એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું ; 1.30 વાગ્યે માઇલસ્ટોન કૉલેજની ઇમારત સાથે અથડાયું હતું.
એરફોર્સનું વિમાન ક્રેશ થયાની માહિતી મળ્યા બાદ ફાયર વિભાગની એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાંગ્લાદેશ આર્મીના સભ્યો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એરફોર્સનું એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું. પીટીઆઈના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ વાયુસેનાનું ટ્રેઈની વિમાન સોમવારે બપોરે લગભગ 1.30 વાગ્યે માઇલસ્ટોન કૉલેજની ઇમારત સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અનેક ઘાયલ થયા હતા. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. અકસ્માત પછી તરત જ કોલેજ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી.
એરફોર્સનું વિમાન ક્રેશ થયાની માહિતી મળ્યા બાદ ફાયર વિભાગની એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાંગ્લાદેશ આર્મીના સભ્યો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલમાં, ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે વિમાન બપોરે 1:30 વાગ્યે ઉત્તરા 17 સ્થિત માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિમાન શાળાના મકાન સાથે અથડાયું હતું, જેના પછી તેમાં આગ લાગી હતી. અકસ્માત બાદ, નજીકમાં હાજર લોકો પણ દોડી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, F-7 ટ્રેનર એરક્રાફ્ટ બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી હતી અને 24 મિનિટ પછી 1:30 વાગ્યે ક્રેશ થયું હતું. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી હતી, પરંતુ અકસ્માતનું કારણ કે જાનહાનિ વિશે તાત્કાલિક માહિતી આપી ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, F-7 ચીની વિમાન છે.
એપી રિપોર્ટ અનુસાર, સેના અને ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ વાયુસેનાનું ટ્રેનર એરક્રાફ્ટ ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં એક સ્કૂલ કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.