કેન્દ્રીય મંત્રી નાયડુ ; અમદાવાદ વિમાની દુર્ઘટના: સરકાર એર ઈન્ડિયા કે બોઈંગ સત્યની સાથે ,
પાઈલોટને જવાબદાર ગણાવતા વિદેશી મીડિયાના અહેવાલની પણ ટીકા: તેઓ જાતે રીપોર્ટ તૈયાર કરે છે: નાયડુ

ગત મહિને અમદાવાદમાં એર ઈન્ડીયાના વિમાનને નડેલી દુર્ઘટનામાં આવી રહેલા રીપોર્ટ પર આજે રાજયસભામાં નાગરીક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે વિદેશી વિડીયાના રીપોર્ટ સંપૂર્ણપણે તેનું અર્થઘટન છે પરંતુ સરકાર સત્યની સાથે છે.
એર ઈન્ડીયા કે બોઈંગને બચાવવાનો કોઈ પ્રશ્ર્ન જ ઉભો થતો નથી. તેમણે કહ્યું કે સમગ્ર તપાસ જેના હાથમાં છે તે એરક્રાઈફટ એકસીડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરો સંપૂર્ણપણે તટસ્થ રીતે તપાસ ચલાવી રહ્યું છે અને તે પણ નિશ્ચિત થયેલી સમગ્ર પ્રક્રિયા કરે છે.
આજે સંસદના ચોમાસુ સત્રમાં પ્રથમ દિવસે રાજયસભામાં આ દુર્ઘટના પર નિવેદન આપતા કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તપાસનો પ્રથમ તબકકો પૂરો થયો છે જેનો પ્રાથમીક રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે પ્રથમ વખત બ્લેકબોકસનું ડીકોડીંગ ભારતમાં થયું છે તે મોટી ઉપલબ્ધી છે.
તેઓએ વિદેશી સમાચાર સંસ્થાઓ દ્વારા આપવામાં આવી રહેલા અહેવાલો અંગે પશ્ચિમી મીડિયા જાતે જ ખોટો રીપોર્ટ ફેલાવી રહ્યા છે હું તેની ટીકા કરૂ છું અને આપણા નાગરીક ઉડ્ડયન માપદંડો પણ શ્રેષ્ઠ છે. છતાં પણ તેમા જરૂરી સુધારા કરાઈ રહ્યા છે.