મોરબી શહેર ફરી એકવાર દારૂબંધીના કાયદાની અમલવારી પર સવાલ ઊભા કરતી ઘટના dysp કચેરીના બિલકુલ નજીક દારૂની ખાલી બોટલો મળી આવી હતી.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેર કોગ્રેસ પ્રમુખે વીડિયો વાયર કરી સવાલ ઉઠાવ્યા છે.

મોરબી શહેર ફરી એકવાર દારૂબંધીના કાયદાની અમલવારી પર સવાલ ઊભા કરતી ઘટના કારણે ચર્ચામાં આવ્યું છે. શહેરના નટરાજ ફાટક વિસ્તારમાં આવેલા dysp કચેરીના બિલકુલ નજીક દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જેને લઈ શહેર કોગ્રેસ પ્રમુખે પોલીસ પર આક્ષેપ કર્યા છે.
કોંગ્રેસના મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયોમાં દારૂની ખાલી બોટલો નટરાજ ફાટક અને ડીવાયએસપી કચેરી નજીક દારૂની ખાલી બોટલ પડી હોય તેવો દ્રશ્ય સ્પષ્ટ જોવા મળે છે. પુષ્પરાજસિંહ જાડેજાએ આ મામલે પોલીસ તંત્રને તાકીદ કરી છે. મોટી માત્રામાં દારૂની ખાલી બોટલો મળતા દારૂ બંધી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું રાત્રીના સુમારે નટરાજ ફાટક થી કલેક્ટર કચેરી તરફ મારા ઘરે જઈ રહ્યો હતો. આ રોડ પર રેલ્વે ટ્રેકની બાજુમાં ખુલ્લેઆમ દારૂની બોટલો પડી છે. આ ગાંધીનું ગુજરાત છે. જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જે દારૂની બોટલ અત્યારે ખુલ્લે આમ પડી છે. આ વીડિયોના માધ્યમથી મારો સીધો પ્રશ્ન છે કે, મોરબીની અંદર આ દારૂ બંધી શેની. તમે અંદાજો લગાવી શકો છો કે મોરબીમાં કેટલો દારૂ વેચાતો હશે. તંત્રને વિનંતી છે કે થોડું બુટલેગરો કાર્યવાહી કરવામાં આવે તેમ કહ્યું હતું.