ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક ; બ્રિજના સર્વેથી લઇને વિવિધ મુદ્દાઓની કરાશે સમીક્ષા ,
રાજ્યમા બ્રિજના સર્વે પછીની સ્થિતિ પર બેઠકમાં ચર્ચા કરાશે. મુખ્યમંત્રીની સૂચના પછી ખરાબ રસ્તાઓના કામ અંગે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા થશે.

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળ સાથે રાજ્યની વર્તમાન સ્થિતિની ચર્ચા કરશે. રાજ્યમા બ્રિજના સર્વે પછીની સ્થિતિ પર બેઠકમાં ચર્ચા કરાશે. મુખ્યમંત્રીની સૂચના પછી ખરાબ રસ્તાઓના કામ અંગે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા થશે. ખરીફ વાવેતર અને ખાતરની અછતને લઈને પ્રધાન મંડળ ચર્ચા કરશે. રાજ્યભરમાં આગામી આયોજનો અને નીતિગત વિષયો પર વિચારણા કરાશે.
CM ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રોડ અને પુલોની સુરક્ષાને ધ્યાનમાં લેતા સરકારી તંત્રે કામગીરીમાં ઝડપ લાવી છે. અગાઉ બનેલી મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના જેવા બનાવો ફરી ન બને તે માટે રાજ્ય સરકાર “એક્શન મોડ”માં આવી ગયા છે. CMએ સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં પણ રસ્તા કે પુલોની કામગીરીમાં ગુણવત્તા નબળી જોવા મળે, ત્યાં સંબંધિત અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરે.
જામનગર મહાનગરપાલિકાએ શહેરના ત્રણ C.C.રોડની કામદાર કોલોની મેઇન રોડ, જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્કથી 1404 આવાસ સુધીનો રોડ અને સત્યમ કોલોની સુધીના રસ્તાઓનું મેથી 2022માં આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગ કર્યું હતું. પણ ટૂંકા સમયમાં રસ્તાઓ તૂટી પડવાની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આ રોડ હજી પણ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળ છે, મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી તેમને પોતાના ખર્ચે રિપેરિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુલ 1520 ચો.મી.નું નુક્સાન કોન્ટ્રાક્ટરે રી-કન્સ્ટ્રક્ટ કરવાનું રહેશે.
ભાવનગરમાં પણ ઓમ કન્સ્ટ્રક્શને 2022ના જાન્યુઆરીમાં બીટુમીન પેવરના કામ પૂર્ણ કરેલું. કામમાં ક્ષતિ જણાતાં તેને પણ પોતાની જવાબદારી હેઠળ રી-કાર્પેટિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં ચોમાસે વોર્ડ નં.1 થી 15ના રસ્તાઓ ડેમેજ થયા હતા. કોન્ટ્રાક્ટરો દ્વારા પેચવર્ક અધૂરૂં રાખવા અને અસફાલ્ટ પેઈન્ટીંગ ન કરવા અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. અંબર બિલ્ડરે 500 ચો.મી., શ્રમ શ્રદ્ધાએ 4300 ચો.મી. અને સર્જન કન્સ્ટ્રક્શને 480 ચો.મી. રોડ રી-સર્ફેસિંગ કર્યું છે.
ઉપરાંત, ભૂગર્ભ ગટરની કામગીરીમાં ખોદાયેલ રસ્તાઓ ચોમાસા પહેલાં મરામત ન થતાં જૂનાગઢ મહાનગરપાલિકાએ પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શનને પણ નોટિસ આપી છે. રાજ્યભરમાં જિલ્લા વહીવટ તંત્ર અને મ્યુનિસિપલ કમિશનરોને મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે રસ્તા અને પુલોની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ કામોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે. આ રીતે રાજ્ય સરકારે માર્ગ સુરક્ષા માટે કડક નિર્ણય લેતા કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવી કામગીરીમાં કરી છે.