જાણવા જેવું

કમ્બોડિયા – થાઈલેન્ડની લડાઈ વકરી ; અત્યાર સુધી 13નાં મોત , થાઈલેન્ડે એફ – 16 ફાઈટર વિમાન તૈનાત કર્યા,

દૂતાવાસની જાહેરાત થાઈલેન્ડની સેનાએ કહ્યું હતું કે કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે સીમા પર એક એફ-16 જેટ લડાયક વિમાન તૈનાત કરી દીધા છે.

થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે આજે લડાઈ શરૂ થઈ ગઈ છે. થાઈલેન્ડે કમ્બોડિયાના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ પહેલા બન્ને દેશો વચ્ચે સામસામા ફાયરીંગ થયા હતા. થાઈ સેનાએ જણાવ્યું હતું કે આ ગોળીબારમાં 11 થાઈ લોકોના મોત થયા છે.

કમ્બોડિયાના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે થાઈ સૈનિકોએ પહેલા ગોળી ચલાવી હતી, જયારે થાઈલેન્ડની સેનાએ જણાવ્યું હતું કે કમ્બોડિયાએ
સેના મોકલતા પહેલા એક ડ્રોન તૈનાત કર્યું હતું. ત્યારબાદ તોપ અને લાંબી દૂરીના બીએમ21 રોકેટથી ગોળીબારી શરૂ કરી દીધી હતી.

થાઈ દૂતાવાસની જાહેરાત થાઈલેન્ડની સેનાએ કહ્યું હતું કે કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે સીમા પર એક એફ-16 જેટ લડાયક વિમાન તૈનાત કરી દીધા છે. થાઈલેન્ડે પણ એફ-16 વિમાનથી કમ્બોડિયાના સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા છે, જેમાં અનેક કમ્બોડિયન નાગરિકોના મોત થયા છે.

થાઈલેન્ડના હુમલાને કમ્બોડિયાએ ક્રુર કહ્યા છે. થાઈલેન્ડનું કહેવું છે કે કમ્બોડિયન સૈનિકોએ તેમની સૈન્ય ચોકીઓ અને સામાન્ય નાગરિક વિસ્તારોમાં ત્યાં સુધી કે હોસ્પિટલ પર પણ તોપથી હુમલા કર્યા છે, જેથી અનેક નાગરિકો ઘાયલ થયા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button