ભાવનગરનાં તળાઝા-ગોપનાથ આરસીસી રોડ પર વાહનો સ્લીપ થતા હોવાનો વીડિયો વાયરલ થયો ,
ભાવનગરનાં તળાઝા-ગોપનાથ આરસીસી રોડ પર વાહનો સ્લીપ થતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. RCC રોડ પર વાહનો સ્લીપ થતા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તેમજ મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સ્થાનિકોમાં જોવા મળ્યો હતો.

ભાવનગર જિલ્લામાં તંત્રની બેદરકારી ફરી એકવાર લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. તળાજા તાલુકાના ઉચડી ગામ નજીક તાજેતરમાં બનેલા તળાજા-ગોપનાથના RCC રોડ પર એક પછી એક વાહનો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે વધુ પડતી લીસી સપાટી હોવાને કારણે વાહનોનો કાબૂ ગુમાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે.
વિડીયો વાયરલ થતાં લોકોમાં ચિંતાનો માહોલ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક, રીક્ષા સહિતના નાના વાહનો રોડ પર સ્લીપ થઈ જતાં છે. વાહનચાલકો સ્વીપ ખાતા તેઓને નાની મોટી ઇજા પણ પહોંચી છે. વાહન ચાલકો દ્વારા વહીવટી તંત્ર પર રોષ ઠાલવતા કહ્યું કહું કે, રોડની ડિઝાઇન અને રોડને બનાવતી વખતે સલામતીના મુદ્દાઓ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હોઈ આ અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમ કરી રોષ ઠાલવ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓ દ્વારા એવી માંગ ઉચ્ચારવામાં આવી છે કે, વહીવટી તંત્ર દ્વારા કોઈ ગંભીર અકસ્માત બને તે પહેલા સત્વરે આ માર્ગને ફરી બનાવવામાં આવે જેથી મોટી જાનહાનિને ટાળી શકાય. નવી બનેલી RCC રોડની સપાટી એટલી વધુ લીસી છે કે તેમાં વળાંક કે ધીમા ગતિએ પણ વાહન વપસવાનો ભય રહે છે. લોકો માગ કરી રહ્યા છે કે તાત્કાલીક ધોરણે રોડની સપાટી પર રફ ટેક્સચરિંગ કરવામાં આવે જેથી અકસ્માત અટકાવી શકાય.
સ્થાનિકમાં અંદરો અંદર એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે આ બાબતે હજુ માર્ગ મકાન વિભાગને જાણ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં વધુ ગંભીર ઘટનાઓ સર્જાઈ શકે છે.