આજે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચાલશે 16 કલાકની ચર્ચા ,
સંસદમાં ચોમાસું સત્રની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું સત્રના પહેલા દિવસે જ વિપક્ષે લોકસભામાં ખૂબ હોબાળો કર્યો હતો જેના કારણે ઘણા મુદ્દો પર ચર્ચા અધૂરી રહી હતી ત્યારે આજે સોમવારે લોકસભામાં બધાની નજર કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પર રહેશે.

સંસદમાં ચોમાસું સત્રનું પહેલું અઠવાડિયુ હોબાળામાં જ ગયું. સોમવારે લોકસભામાં પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે જેમાં હજુ વધારે હોબાળો અને ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે. શાશક ગઠબંધન અને વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ આ બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની તૈયારી કરી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહમંત્રી અમિત શાહ, સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર આ બંને મુદ્દા પર સરકારનો આ મુદ્દે પક્ષ મૂકશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદના બંને સદન પર પોતાનું નિવેદન આપશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત બીજા વિપક્ષી નેતાઓ પણ આ ચર્ચામાં ભાગ લેશે. મોન્સૂન સત્રનું પહેલું અઠવાડિયુ પહેલગામ, ઓપરેશન સિંદૂર અને બિહારના મતદારના લિસ્ટની ચર્ચામાં વિપક્ષે બંને સદનમાં ખૂબ હોબાળો કર્યો અને કાર્યવાહીને આગળ વધવા ના દીધી પહેલગામ અને ઓપરેશન સિંદૂર પર આજે અને કાલે એટલે કે સોમવાર અને મંગળવારના રોજ ચર્ચા થશે.
લોકસભા ચર્ચા દરમિયાન બધાની નજર કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પર રહેશે. સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસ પાર્ટી થરૂરનર આ ચર્ચામાં બોલવાની તક આપશે કે નહીં? ઓપરેશન સિંદૂર પછી થરૂરે અમેરિકા સહિત બીજા દેશોની યાત્રા દરમિયાન ભારતીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્હે થયેલ તણાવને રોકવામાં અમેરિકાના રસ્ત્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ છે તેવો દાવો તેમણે વારંવાર કર્યો હતો જેને લઈને વિપક્ષ સરકારને ઘેરી શકે છે. ટ્રમ્પે જાહેર મંચ પર પણ ઘણીવાર દાવો કર્યો છે કે તેમણે આ બંને દેશો વચ્ચે તણાવ રોકવા માટે વેપાર રોકવાની ધમકી આપી હતી. જો કે ભારત સરકારે ટ્રમ્પના આ દાવાને પહેલાથી જ નકારી કાઢ્યો છે. પરંતુ ચર્ચામાં આ મુદ્દો વિપક્ષ લાવી શકે છે.
રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ વિદેશ નીતિને લઈને સરકાર પર હુમલો કરી શકે છે. રાહુલ અને અન્ય વિપક્ષી નેતાઓનો દાવો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતને અન્ય કોઈ દેશનો સહયોગ મળ્યો નથી, આ ઉપરાંત વિપક્ષ પહેલગામ હુમલામાં થયેલી સુરક્ષા ચૂકનો પણ મુદ્દો ઉઠાવશે. અને આ માટે સરકાર પણ તૈયાર છે.