કેરળના કોચ્ચીમાં રાષ્ટ્રીય શિક્ષા સંમેલનને સંબોધન કરતાં સંઘ પ્રમુખ ભાગવત કહ્યું કે દુનિયા માત્ર આદર્શોને જ નહીં, શકિતનું પણ સન્માન કરે છે ,
સંઘ પ્રમુખે કહ્યું, જો તમે પોતાની ઓળખ ગુમાવી દો છો તો તમારા બાકીના ગુણોનો કોઈ જ મોલ રહેતો નથી. દુનિયામાં તમને સન્માન અને સુરક્ષા મળશે નહીં. આ એક સીધો નિયમ છે. તેમને ભાર આપીને કહ્યું કે, કોઈપણ દેશને પોતાની ઓળખ સુરક્ષિત રાખવી જરૂરી છે,

આરએસએસના ચીફ મોહન ભાગવતે એ કહ્યું કે ભારતને શક્તિશાળી અને આર્થિક રૂપથી મજબૂત બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોચ્ચીમાં એક રાષ્ટ્રીય શિક્ષા સંમેલનને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે દુનિયા માત્ર આદર્શોનું નહીં પરંતુ શક્તિનું પણ સન્માન કરે છે.
તેમણે કહ્યું કે, ભારતને હવે અતીતની સોને કી ચિડીયા નહીં પરંતુ હવે તેને શેર બનવું પડશે.આરએસએસ ચીફે કહ્યું કે, ભારતીય શિક્ષણ ત્યાગ અને બીજાઓને જીવવાનું શિખવાડે છે. શિક્ષણ એવું હોવું જોઈએ જે કોઈ વ્યક્તિને ક્યાંય પણ પોતાના દમ પર જીવવા માટે મદદ કરે. જે ચીજ સ્વાર્થને પ્રોત્સાહન આપે છે, તેને સાચું શિક્ષણ કહેવાય નહીં. ભારત એક વ્યક્તિવાચક સંજ્ઞા છે અને આનો અનુવાદ થવો જોઈએ નહીં. આપણે બોલતી અને લખતી વખતે ભારતને ભારજ રાખવું જોઈએ.
સંઘ પ્રમુખે કહ્યું, જો તમે પોતાની ઓળખ ગુમાવી દો છો તો તમારા બાકીના ગુણોનો કોઈ જ મોલ રહેતો નથી. દુનિયામાં તમને સન્માન અને સુરક્ષા મળશે નહીં. આ એક સીધો નિયમ છે. તેમને ભાર આપીને કહ્યું કે, કોઈપણ દેશને પોતાની ઓળખ સુરક્ષિત રાખવી જરૂરી છે, જેથી તેનું સન્માન થાય. આરએસએસ પ્રમુખે શિક્ષાને ઉદ્દેશ્ય વિશે પણ વિસ્તારપૂર્વક વાત કરી. તેમને કહ્યું કે, શિક્ષાના માધ્યમથી લોકોને સ્વતંત્રરૂપે રહેવા અને સમાજમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવવા જોઈએ.