મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ‘લાડલી બહેના’ યોજનામાં ભાઈઓની ઘુષણખોરી ; 14 હજાર જેટલા પુરૂષોએ યોજનાનો લાભ લઈ લેતા હવે નાણા રીકવર કરાશે

વાર્ષિક બજેટ રૂા.50 હજાર કરોડથી વધી ગયું છે. તે વચ્ચે આશ્ર્ચર્યજનક રીતે 14000થી વધુ પુરૂષોએ આ યોજનામાં ઘુસણખોરી કરીને લાભ લેવાનું શરૂ કરી દેતા સરકારને રૂા.21 કરોડ જેવી રકમ કરવી હવે રીકવર કરવાનો સમય આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ધારાસભા ચૂંટણી પૂર્વે શરૂ કરાયેલી લાડલી બહેના યોજનામાં એક તરફ અપાત્ર હોય તેવી બહેનોને આ યોજનાનો લાભ બંધ કરવામાં આવ્યો છે અને હજુ પણ તપાસ ચાલુ છે ખાસ કરીને સરકારની અન્ય યોજનાનો લાભ મળતો હોય તેમને આ લાડલી બહેના યોજના જેમાં સરકાર રૂા.1500 મહિલાઓના ખાતામાં જમા કરે છે.

અને તેનું કુલ વાર્ષિક બજેટ રૂા.50 હજાર કરોડથી વધી ગયું છે. તે વચ્ચે આશ્ર્ચર્યજનક રીતે 14000થી વધુ પુરૂષોએ આ યોજનામાં ઘુસણખોરી કરીને લાભ લેવાનું શરૂ કરી દેતા સરકારને રૂા.21 કરોડ જેવી રકમ કરવી હવે રીકવર કરવાનો સમય આવ્યો છે.

રાજયના સાંસદ સુપ્રીયા સુલેએ આ મુદો ઉઠાવ્યો હતો અને કહ્યું કે બહેનો માટેની યોજનામાં પુરૂષોને કઈ રીતે સામેલ કરી દેવાયા તે મોટો પ્રશ્ર્ન છે અને તેને યોજનામાં મોટા પ્રકારના ગોટાળા ચાલતા હોવાની માંગ કરી છે.

જયારે રાજયના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે જણાવ્યું કે સમગ્ર તપાસમાં પોલીસને સામેલ કરીને તેમને આ યોજનાના જે પુરૂષ લાભાર્થી છે તેમને ઓળખી અને તેમની પાસેથી આ રકમ પુન:વસુલ કરાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button