જાણવા જેવું

પુતિનનો ટ્રમ્પ સામે માસ્ટર સ્ટ્રોક : મિસાઇલની તૈનાતીની 38 વર્ષ જુની સંધિ તોડી નાંખી ,

રશિયાએ આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયાના દરિયાકિનારે અમેરિકાની બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ બાદ લીધું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે. રશિયાએ નાની અને મધ્યમ-અંતરની મિસાઈલોની તૈનાતી પર જે પ્રતિબંધ લગાવ્યો હતો, તે હવે પાછો ખેંચી લીધો છે. રશિયાના વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે, હવે અમે આ મિસાઈલોની તૈનાતી પરના પ્રતિબંધથી બંધાયેલા નથી, કારણ કે આ પ્રતિબંધ જાળવી રાખવા માટેની શરતો પૂરી થઈ ગઈ છે.

રશિયાએ આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયાના દરિયાકિનારે અમેરિકાની બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ બાદ લીધું છે. તેમજ ટ્રમ્પના આ આદેશ બાદ રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ પણ વધુ વધી ગયો છે.

વર્ષ 1987માં રશિયા અને અમેરિકા વચ્ચે એક કરાર થયો હતો કે બંને દેશો 500 થી 5500 કિલોમીટરની રેન્જવાળી મિસાઈલ લોન્ચર, ગ્રાઉન્ડ-લોન્ચ બેલિસ્ટિક મિસાઈલ અને ક્રૂઝ મિસાઈલ તૈનાત નહીં કરે. પરંતુ વર્ષ 2019માં અમેરિકા આ કરારમાંથી બહાર નીકળી ગયું હતું.

રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મામલે તેની વારંવારની ચેતવણીઓને અવગણવામાં આવી. અમે નક્કી કર્યું હતું કે અમે આવી મિસાઈલો ત્યારે જ તૈનાત કરીશું જ્યારે અમેરિકા આવું કોઈ પગલું ભરશે. હવે જ્યારે અમેરિકા સબમરીન તૈનાત કરી રહી છે, ત્યારે અમે પણ મિસાઈલોની તૈનાતી પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button