હોમ લોનમાં રાહત મળી કે નહીં? રેપો રેટને લઈને RBIએ કર્યું મોટું એલાન,
ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો, રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) તેની ત્રીજી બેઠક બાદ RBI ગવર્નરે કહ્યું...

જો તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, કાર લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા તમારા બાળકોના શિક્ષણ માટે શિક્ષણ લોન લેવા માંગો છો તો આ સમાચાર તમારી માટે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. આજે 6 ઓગસ્ટના રોજ રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) તેની ત્રીજી બેઠક યોજાઇ હતી.
આ દરમિયાન RBI ગવર્નર સંજય મલ્હોત્રા સવારે પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે માહિતી આપી હતી. જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ત્રણ દિવસની ચર્ચા-વિચારણા પછી ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની RBI MPC એ જાહેરાત કરી કે, રેપો રેટ 5.50 ટકા પર સ્થિર રહેશે. જૂનની તેની બેઠકમાં, MPC એ મુખ્ય વ્યાજ દરમાં 50 bps ઘટાડાની જાહેરાત કરી હતી.
રિઝર્વ બેંકની MPC બેઠક બાદ હવે ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે. છેલ્લી સતત ત્રણ બેઠકોમાં કેન્દ્રીય બેંકે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને હાલમાં તે ઘટીને 5.50% થઈ ગયો છે.