આજ નું રાશિફળ – Today’s Rashifal – 7 August 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ 7 ઓગસ્ટ( ગુરુવાર) નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાગ
07 08 2025 ગુરુવાર, માસ શ્રાવણ,પક્ષ સુદ,તિથિ તેરસ બપોરે 2:27 ચૌદસ,નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે 2:00 પછી ઉત્તરાષાઢા,યોગ પ્રીતિ,કરણ તૈતિલ,રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) રાત્રે 8:10 પછી મકર (ખ.જ.) ,
મેષ (અ.લ.ઈ.)
તમારા માટે ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ છે પરંતું કામમાં થોડી સુસ્તી જણાશે, પરિવારજનો સાથે થોડી ખેંચાતાણ રહેશે ,ફાલતુ ખર્ચથી અચૂક બચવું .
વૃષભ (બ.વ.ઉ.)
ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો બનશે,પરિવારમાં શાંતિ જળવાશે,સાચવજો નકર અચાનક તબિયત બગડશે આ સાથે કામના બોજામાંથી મુક્તિ મળી શકે છે.
મિથુન (ક.છ.ઘ.)
આજે તમે માનસિક અશાંતિ અનુભવ કરશો પણ થોડી કામકાજમાં તકલીફો રહેશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે ,સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે.
કર્ક (ડ.હ.)
આજે શેર બજારમાં સારો લાભ મેળવશો, ધીરજથી કામની શરૂઆત કરવી ધંધાના કામમાં સારો લાભ થશે અને પ્રેમ સંબંધમાં તકલીફ જણાશે .
સિંહ (મ.ટ)
તમારા માટે રોકાણ માટે મધ્યમ સમય છે, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે અને આ સાથે કરેલા કાર્યોમાં સફળતા મળશે અને મિત્રો સાથે લેવડદેવડમાં કાળજી રાખો.
કન્યા (પ.ઠ.ણ.)
તમારી આવકમાં વધારો થશે, અકારણ ચિંતાથી કામ બગડશે, પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે.
તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે અને જુના મિત્રોથી મુલાકાત થશે, તબિયત માટે સારો સમય નથી અને ખાસ કરીને કોઈપણ પ્રકારની ઉધારીથી બચવું
વૃશ્ચિક (ન.ય.)
કામના સ્થળે મન પ્રસન્ન રહેશે અને શેરબજારમાં સારો લાભ થશે. આ સાથે વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના યોગ બને છે
ધન (ભ.ધ.ફ.ઢ.)
તમને વ્યવસાયમાં નવી તકો મળશે , ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો અને કામમાં મહેનત વધશે આ સાથે શત્રુ પક્ષથી સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
આજે તમને ભાગીદારી વાળા કામમાં લાભ થશે, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, આવડતનો ઉપયોગ કરવો કોઈપણની વાતોમાં આવી કામ કરશો તો નુકસાન થશે.
કુંભ (ગ.શ.સ.ષ.)
તમને જૂની પરેશાનીમાંથી રાહત મળી શકે છે, કામકાજમાં વૃદ્ધિ થશે, આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને પોતાના ધંધાની વાત ગુપ્ત રાખવી.
મીન (દ.ચ.ઝ.થ.)
તમારા પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે અકારણ ખર્ચ વધશે અને પારિવારિક શાંતિ જણાશે ભાગીદારી વાળા કામમાં સાચવીને કામ કરવું.