બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી મોનસૂન પર બ્રક લાગી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જેથી ખેડૂતો ચિંતિત છે. પરંતુ રાહતની વાત એ છે કે, 16 ઓગસ્ટથી ફરી સારા વરસાદનું અનુમાન છે.
ગુજરાતમાં મોનસૂનની અડધી સિઝન વીતી ગઇ પરંતુ રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં પુરતા પ્રમાણમાં વરસાદ નથી પડ્યો અથવો તો કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદની ઘટ છે. નોંધનિય છે કે, ધમાકેદાર શરૂઆત બાદ ચોમાસાની ગતિમાં ઘટાડો થતાં ઓગસ્ટના પ્રથમ 10 દિવસમાં સીઝનનો માત્ર બે ટકા જ વરસાદ વરસ્યો છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 40, તો પૂર્વ મધ્યમાં 21 અને ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ વરસાદ વરસ્યો છે. …આ મહિનામાં સૌથી વધુ ગઈકાલે વલસાડમાં છ ઈંચ વરસાદ વરસ્યો
દેશભરમાં ચોમાસાનો વરસાદ પૂરજોશમાં ચાલી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. મંગળવાર (12 ઓગસ્ટ, 2025) સવારથી દિલ્હી એનસીઆરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 17 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ થવાની સંભાવના છે. 14 અને 15 ઓગસ્ટે તેલંગાણામાં અતિ ભારે વરસાદ પડી શકે છે.
યુપી, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં હવામાન કેવું રહેશે
હવામાન વિભાગે 13 થી 17 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં, 12 થી 17 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવામાં, 12 ઓગસ્ટે ગુજરાત અને 15 ઓગસ્ટે મરાઠવાડામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 12 અને 14 થી 17 ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડમાં, 13 અને 14 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ યુપીમાં અને 13 અને 14 ઓગસ્ટે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.