બ્રેકીંગ ન્યુઝ

ભારતના ટોચના 300 ઉદ્યોગપતિ પરિવારની રોજની કમાણી 7100 કરોડ ,

હુરૂન ઈન્ડિયાના લીસ્ટમાં ખુલાસો : 28.2 લાખ કરોડની સંપતિ સાથે અંબાણી પરિવાર ટોચ પર; કુમાર મંગલમ બિરલા બીજા તથા જીંદાલ ત્રીજા ક્રમે

ભારતમાં અમીરો વધુ ધનવાન અને ગરીબો વધુ નબળા પડવા સાથે અમીરી-ગરીબીની ખાઈ વધતી હોવાની લાલબતી વચ્ચે દેશમાં ગરીબી રેખામાંથી લાખો લોકો બહાર આવી ગયાનો સરકારનો દાવો છે ત્યારે હુરૂન ઈન્ડિયાના મોસ્ટ વેલ્યુએબલ ફેમીલી બિઝનેશ લીસ્ટમાં એવો સુધારો કરવામાં આવ્યો છે કે ભારતના ટોચના 300 ઉદ્યોગપતિ પરિવારોની દરરોજની કમાણી 7100 કરોડ રૂપિયા છે.

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પ્રમોટર અંબાણી પરિવાર 28.2 લાખ કરોડના વેલ્યુએશન સાથે મોખરે છે. સતત બીજા વર્ષે પરિવારે ટોચનુ સ્થાન જાળવ્યુ છે. કુલ વેલ્યુએશન ભારતીય જીડીપીના 12માં ભાગ જેટલુ થવા જાય છે.

આ લીસ્ટમાં રૂા.6.5 લાખ કરોડના વેલ્યુએશન સાથે કુમાર મંગલમ બિરલા પરિવાર બીજા ક્રમે છે. છેલ્લા એક વર્ષમાં તેના વેલ્યુએશનમાં 1-1 લાખ કરોડનો વધારો થયો છે.

ત્રીજા ક્રમે 5.7 લાખ કરોડના વેલ્યુએશન સાથે જીંદાલ પરિવાર ત્રીજા ક્રમે છે. એક વર્ષમાં પરિવાર બિઝનેશ વેલ્યુએશનમાં એક લાખ કરોડનો વધારો થયો છે.

રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ આ વર્ષના લીસ્ટમાં 100 ઉદ્યોગપતિ પરિવારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ પરિવારોનું કુલ વેલ્યુએશન-સંપતિ 134 લાખ કરોડની છે. જે ફીનલેન્ડ તથા તુર્કી જેવા દેશોની જીડીપી કરતા પણ વધુ થાય છે. રસપ્રદ વાત એ છે કે ટોપ-10 ઉદ્યોગપતિ પરિવારની જ સંપતિ 40.4 લાખ કરોડ છે. છેલ્લા એક વર્ષમાં આ ટોપ-10 પરિવારોનું બિઝનેસ વેલ્યુએશન 4.6 લાખ કરોડ વધ્યુ છે.

અઢળક સંપતિ, બિઝનેશ વેલ્યુએશન ધરાવતા હતા. ઉદ્યોગપતિ પરિવારોનુ આર્થિક ઉપરાંત રોજગારી-રોકાણ સહિતના ક્ષેત્રોમાં મોટુ યોગદાન છે. આ ઉદ્યોગપતિઓનું કોર્પોરેટ ટેકસમાં 15 ટકા યોગદાન છે. ગત વર્ષે 1.8 લાખ કરોડનો ટેકસ ચુકવ્યો હતો. બે કરોડ લોકોને રોજગારી પુરી પાડી હતી. એક અબજ ડોલરથી વધુની નેટવર્થ ધરાવતા 161 ઉદ્યોગપતિ પરિવારોની સંખ્યામાં ગત વર્ષ કરતા 37નો વધારો થયો છે.

રિપોર્ટમાં એવા રસપ્રદ તારણ દર્શાવવામાં આવ્યા છે કે 300માંથી 227 ઉદ્યોગપતિ પરિવારોમાં બીજી પેઢીનુ સંચાલન છે. 50 પરિવારોમાં ત્રીજી, 18માં ચોથી પેઢી તથા ત્રણ પરિવારોમાં પાંચમી પેઢી કંપનીઓનુ સંચાલન કરે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button