ગીર સોમનાથમાં કલાકાર દેવાયત ખવડ સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
તાલાલાના ચિત્રાવડમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનરે ટક્કર મારતાં કિયા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યાના પણ સમાચાર છે.

ગીર સોમનાથમાં કલાકાર દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાઈ છે. દેવાયત ખવડ સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હત્યાના પ્રયાસ સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે. હત્યાનો પ્રયાસ લૂંટ, ગેરકાયદેસર મંડળી રચવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ગીરમાં હુમલો કરાયો હતો. હુમલામાં ધ્રુવરાજસિંહ ઈજાગ્રસ્ત થયા હતા.
લોકપ્રિય કલાકાર ઉઠીને ગુંડાગીરી પર ઉતરે આવે ત્યારે લોકોના હૃદય પર કેવો ઠુકરાઘાત થતો હશે! ગુજરાતના ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ સાથે પણ આવું જ બન્યું છે. ડાયરા કિંગ તરીકે જાણીતો દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય છે.
તાલાલાના ચિત્રાવડમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનરે ટક્કર મારતાં કિયા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યાના પણ સમાચાર છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીન બલાલ કરી હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સનાથલ ગામ ખાતે ગત 20 ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ખવડે મોટા વિવાદ સર્જ્યા હતા. રાજકોટમાં ખવડ અને તેના મિત્રોએ એક શખ્સને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ લોકોની નજરમાંથી દેવાયત ખવડ ઉતરી ગયો હતો અને તેના ડાયરામાં પણ પાંખી હાજરી જોવા મળતી હતી.
અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની હતી. જોકે હુમલા સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા. આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા લઈને ન જવાના મુદ્દે દેવાયત ખવડે વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી હતી.