આજ નું રાશિફળ – Today’s Rashifal – 14 August 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ 14 ઓગસ્ટ(ગુરુવાર)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
14 08 2025-ગુરુવાર, માસ-શ્રાવણ,પક્ષ-વદ, તિથિ-છઠ્ઠ, નક્ષત્ર-રેવતી સવારે 9:04 પછી અશ્વિની, યોગ-શૂળ,કરણ-ગર, રાશિ-મીન (દ.ચ.ઝ.થ.) સવારે 9:04 પછી મેષ (અ.લ.ઈ.)
મેષ (અ.લ.ઈ.)
કામકાજમાં સફળતા મળે,કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય, વાદવિવાદમાં કાળજી રાખવી, સંતાનની પ્રગતિ જણાય
વૃષભ (બ.વ.ઉ.)
શેર બજારમાં ખાસ સાચવવું, સંયુક્ત મિલકતનાં કાર્યો અટવાય, નવા પ્રલોભનોથી દૂર રહેવું, આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરવો
મિથુન (ક.છ.ઘ.)
જૂના પ્રશ્નોને ઉકેલવા, વડીલ વર્ગ દ્વારા સારા આશીર્વાદ મળે, આવકનાં નવા સાધન મળે, કામમાં ફાયદો થાય
કર્ક (ડ.હ.)
અધિકારી વર્ગથી મદદ મળે, પરદેશનાં કામકાજમાં લાભ જણાય, મૂડી રોકાણ માટે અનુકૂળ સમય, કાનૂની કામકાજમાં કાળજી રાખવી
સિંહ (મ.ટ)
સંપત્તિનાં કામમાં અવરોધ રહે, મશીનરી વાહનમાં લાભ થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, સંતાન બાબતે સારું વિચારી શકાય
કન્યા (પ.ઠ.ણ.)
મોડી રાતનાં ઉજાગરા નુકસાન કરાવે,રોકાણ માટે સમય મધ્યમ છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત વધારો, પરદેશ રહેતા સંતાનથી સુખ મળે
તુલા (ર.ત.)
નોકરી ધંધામાં લાભ થાય, આર્થિક બાબતે સારું કામ થાય, પિતરાઈ ભાઈઓથી સહકાર મળે, આત્મવિશ્વાસમાં વધારો થાય
વૃશ્ચિક (ન.ય.)
જૂની ઉઘરાણીમાં સફળતા મળશે, શેર બજારથી લાભ થશે, કામકાજમાં નવી તકો મળે, પરિવારમાં તણાવ અને અશાંતિ જણાય
ધન (ભ.ધ.ફ.ઢ.)
નોકરી ધંધામાં પરિવર્તન આવે, વ્યવસાયમાં નવી તકો મળે, હરીફ વર્ગથી સાચવીને કામ કરવું, ભાગ્યોદય માટે ઉત્તમ સમય
મકર (ખ.જ.)
પરદેશ વસતા સ્વજનોથી લાભ થાય, મોસાળ પક્ષ તરફથી માન મળે, અટવાયેલા કામકાજમાં રાહત થાય, વાદવિવાદથી સાચવવું
કુંભ (ગ.શ.સ.ષ.)
આરોગ્ય બાબતે કાળજી રાખવી, ધંધામાં વડીલોની સલાહ લેવી, મહેનતનાં પ્રમાણમાં સારુ ફળ મળે, સંતાન સાથે વૈચારિક રહેશે
મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં વિવાદથી સાચવવું, નોકરિયાત બહેનોની પ્રગતિ થાય, નાના મોટા રોકાણમાં લાભ થાય, જમીન લે-વેચનાં કામમાં લાભ