જાણવા જેવું

ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠકમાં સરકારની ભલામણ પર મહોર GST માંથી 12% અને 28%ના સ્લેબ નાબુદી સ્વીકારાઈ

આડકતરો ટેક્ષ હવે 5 તથા 18%નો : લકઝરી ગુડસ - શરાબ માટે 40%નો નવો સ્લેબ તૈયાર કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તા.15 ઓગષ્ટના રોજ ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષમાં સુધારાની જાહેરાત કરી હતી. તેના પર કામકાજ શરૂ થઈ ગયુ છે અને આજે જીએસટી અંગે ગ્રુપ ઓફ મીનીસ્ટર દ્વારા આ વેરામાં 12 અને 28%ના સ્લેબને નાબૂદ કરવા ભલામણ સ્વીકારી છે.

હવે આ અંગે જીએસટી કાઉન્સીલમાં પ્રસ્તાવ મુકાશે. હવેથી જીએસટી 5% અને 18% એમ બે સ્લેબનો રહેશે. જો કે સરકાર અત્યંત લકઝરી ચીજો શરાબ વિ. માટે 40%નો એક નવો સ્લેબ પણ સર્જશે.

ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠક બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના અધ્યક્ષપદ હેઠળ મળી હતી તેના દ્વારા 5-12-18 અને 28%ના ચાર સ્લેબના બદલે બે 5 અને 18%નો સ્લેબ સ્વીકારી લીધો છે. જયારે 40%ના સ્લેબમાં થોડી લકઝરી ચીજો આવશે. આ બેઠકમાં તમામ રાજયોના પ્રતિનિધિઓએ ગ્રુપ ઓફ મીનીસ્ટર બનાવાયુ છે.

અગાઉ સરકારે જ ગ્રુપ ઓફ મિનિસ્ટરને આ ભલામણ કરી હતી. આ ફોર્મ્યુલા મુજબ 12% સ્લેબની 99% આઈટમ 5% સ્લેબમાં જશે. બાકીની 18% સ્લેબમાં સમાવાશે. જયારે અનેક આઈટમ ઝીરો ટેક્ષ હેઠળ આવી જશે.

જેના કારણે રૂા.700 કરોડની જીએસટી આવક ઘટશે પણ સરકારને આશા છે કે ટેક્ષ ઘટાડાથી જે રીતે વપરાશ વધશે. તેના કારણે આવક સરભર થઈ જશે.  હવે આગામી મહિને જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ નિર્ણય પર મંજુરીની મહોર મરાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button