‘સેવન્થ ડે સ્કૂલ’માં આજથી શાળામાં ઓનલાઇન વર્ગો શરૂ કરાયા રાજ્ય સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્કૂલની શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે અધિકારીઓને નિયુક્ત કરવા અંગે વિચારણા શરૂ કરાઇ છે.
મહત્વનું છે કે નિયમોનો ઓળીયો ઘોળીયો કરીને પી ગઇ હોય તેમ શાળા મનસ્વી વર્તન કરી રહી છે અને સમગ્ર તંત્ર તેની સામે નતમસ્તક હોય તેમ જણાઇ રહ્યું છે.. સિંધી સમાજે સ્કૂલ બંધ કરવાની માગ કરી છે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા બાદ શાળા પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આજથી શાળામાં ઓનલાઇન વર્ગો શરૂ કરાયા છે.. બીજી તરફ આ બનાવને લઈને રાજ્ય સરકાર દ્વારા સ્કૂલની શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે અધિકારીઓને નિયુક્ત કરવા અંગે વિચારણા શરૂ કરાઇ છે.
આ સિવાય, મણીનગર અને ખોખરાની વિસ્તારની સ્કૂલોમાં પ્રવેશ પદ્ધતિ પર વિમર્શ અને વાલીઓના આરોપોને પગલે તપાસનો આગ્રહ કરવામાં આવ્યો છે.વર્તમાન સ્થિતિને જોતા શાળાએ આજથી ઓનલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મણીનગર-ખોખરાની સ્કૂલોમાં પ્રવેશ મટે વાલીઓની ઈન્કવાયરી પણ શરૂ થઈ ગઇ છે.
મહત્વનું છે કે નિયમોનો ઓળીયો ઘોળીયો કરીને પી ગઇ હોય તેમ શાળા મનસ્વી વર્તન કરી રહી છે અને સમગ્ર તંત્ર તેની સામે નતમસ્તક હોય તેમ જણાઇ રહ્યું છે.. સિંધી સમાજે સ્કૂલ બંધ કરવાની માગ કરી છે. સ્કૂલની માન્યતા કેમ રદ ન કરવા અંગે DEOએ સ્કૂલ પાસે ૩ દિવસમાં ખુલાસો માંગ્યો છે.
આ તરફ સેવન્થ ડે સ્કૂલમાં હવે સ્કૂલના જ પૂર્વ શિક્ષક મીડિયા સમક્ષ આવ્યા અને શાળા અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે,સ્કૂલમાં બાળકોને બાઇબલનો અભ્યાસ કરવામાં આવતો હતો. તેમણે એમ પણ કહ્યું કે સ્કૂલ સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઇ સાત થી આઠ શિક્ષકોના ભરતી કરી હતી. ડીઇઓની મનાઇ હોવા છતાં ભરતી કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલો મેં ડીઈઓને જણાવ્યો હતો અને ડીઇઓ દ્વારા સ્કૂલને ભરતી મુદે પેનલ્ટી પણ કરવામાં આવી હતી.