ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ ; નુભાઈ ડાભી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
કનુભાઈ ડાભીનું નિવેદન માત્ર વ્યક્તિગત દુઃખ નહીં, પણ જૂના કાર્યકર્તાઓના સન્માન અને પાર્ટી અંદરના સમતુલન અંગે એક ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

કપડવંજ-કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાભીએ જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય સુધી પાર્ટી માટે કરેલા નિષ્ઠાપૂર્વકના કાર્ય છતાં સ્થાનિક સ્તરે સતત અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે. કનુભાઈ ડાભી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
કનુભાઈ ડાભીનો લેખિત પત્ર ખેડા જિલ્લાના મહુધા વિધાસસભાના એક ગ્રુપમાં વાઇરલ થયો છે. એ પત્રમાં દાવો કર્યો છે કે ભાજપમાં જૂથવાદના કારણે તેમના પૂર્વ ધારાસભ્ય પદની ગરીમા જળવાતી નથી અને વિકાસ કામોમાં પણ સંકલન મળતું નથી. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે વર્ષો સુધી પાર્ટી માટે કામ કરનાર જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. કનુભાઈ ડાભીનું નિવેદન માત્ર વ્યક્તિગત દુઃખ નહીં, પણ જૂના કાર્યકર્તાઓના સન્માન અને પાર્ટી અંદરના સમતુલન અંગે એક ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
કનુભાઈ ડાભી 2010ની પેટાચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. તેમણે 21,547 મતની લીડથી કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને હરાવ્યા હતા, જે ભાજપ માટે કઠલાલમાં પ્રથમ વિજય હતો. ધારાસભ્ય તરીકે તેમણે વિસ્તારના વિકાસ અને લોકસંપર્ક પર ભાર મૂક્યો હતો અને 2012ની સામાન્ય ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલાની સામે 6,597 મતથી પરાજિત થયા હતા.