પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ ; મંદિરનો અદભુત શણગાર અને રોશનીના ઝગમગતા દ્રશ્યો જોઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મંદિરના ગર્ભગૃહથી લઈને આસપાસના પ્રાંગણ સુધી અદભુત રોશની ઝળહળતી જોવા મળે છે. જેમ આપડા ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે ઘર સાથે સોસાયટીને લાઇટિંગથી સજાવવામાં આવે છે તેમ, આખું અંબાજી ધામ જ આ સાત દિવસના મેળા દરમિયાન ઝગમગી ઉઠ્યું છે.

જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળા માટે હજારો ભક્તો અંબાજી ખાતે એકઠા થયા છે. વહેલી સવારે જ ભક્તો અંબામાના દર્શન માટે મંદિર પહોંચ્યા હતા અને મંદિરના ભવ્ય શણગાર તથા રોશનીના દ્રશ્યો જોઈને ભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે.
અંબાજી મંદિર સહીત ગબ્બર પર્વત અને સમગ્ર અંબાજી પંથકને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહથી લઈને આસપાસના પ્રાંગણ સુધી અદભુત રોશની ઝળહળતી જોવા મળે છે. જેમ આપડા ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે ઘર સાથે સોસાયટીને લાઇટિંગથી સજાવવામાં આવે છે તેમ, આખું અંબાજી ધામ જ આ સાત દિવસના મેળા દરમિયાન ઝગમગી ઉઠ્યું છે.

મેળા માટે સ્થાનિક તંત્ર તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા દળો, પોલીસ કર્મચારીઓ અને સેવાભાવી સંસ્થાઓની ટીમો સતત તહેનાત છે. યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવા માટે તબીબી સુવિધા, પાણીની વ્યવસ્થા તેમજ ભોજનશાળાઓની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં વેપારીઓ માટે પણ આકર્ષણ રહે છે. મેળા મેદાનમાં રમકડાં, વસ્ત્રો, ભોજનની દુકાનો તથા અનેક પ્રકારના સ્ટોલ ઊભા થયા છે જ્યાંથી ભક્તો ખરીદીનો આનંદ માણે છે. ભાદરવી પૂનમનો મેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. અંબાજી ધામનો આ મેળો આવતા કેટલાક દિવસો સુધી ભક્તિમય માહોલ રહેશે અને લાખો ભક્તોને અદભુત આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે.