એક મંચ પર એકસાથે રમૂજ કરતા નજરે પડ્યાં PM મોદી-જિનપિંગ અને પુતિન ,
ચીનના તિઆનજીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ ચાલી રહી છે. તેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 7 વર્ષ પછી ચીન ગયા છે. ગઈકાલે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. ટ્રમ્પના ટેરિફ તણાવ વચ્ચે વિશ્વની નજર હવે SCO નેતાઓની બેઠક પર છે. જે આગામી સમયમાં તેમનું ધ્યાન શું રહેશે તે જાહેર કરશે.

રવિવારથી ચીનના તિઆનજીન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ ચાલી રહી છે. આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીનના પ્રવાસે છે. રવિવારે તેમણે તિયાનજિનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. હવે આજે સોમવારે આ સમિટનું સૌથી મહત્વપૂર્ણ સત્ર ચાલી રહ્યું છે. જેમાં તમામ સભ્ય દેશોના નેતાઓ સામાન્ય હિતો અને પડકારો પર ચર્ચા કરશે. વિશ્વની નજર આ બેઠક પર છે. વિશ્વની નજર સમિટના અંતે સંયુક્ત પ્રેસ નોટ પર પણ છે. જે જાહેર કરશે કે બધા દેશોએ કયા મુદ્દાઓ પર ચર્ચા કરી અને આવનારા સમયમાં તેમનું ધ્યાન શું હશે.
આજે SCO ના બીજા દિવસે PM મોદી, ચીનના જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એકસાથે નજર આવ્યા હતા. અને ત્રણેય જણાએ હાથ મિલાવીને એકબીજા સાથે મૈત્રીપૂર્ણ વાત કરી હતી અને હળવા મૂડમાં ત્રણેય લીડર્સ નજર આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન SCO પ્લેટફોર્મ પર એકસાથે જોવા મળ્યા. ત્રણેય નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા. આ દરમિયાન ત્રણેય દેશોની ત્રિપુટી રાજદ્વારી જોવા મળી. આ ત્રણેય દેશો એકબીજામાં સહયોગ વધારવા પર ભાર મૂકી રહ્યા છે. પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન SCO સમિટ માટે તિઆનજીનમાં છે. શી જિનપિંગ તેનું આયોજન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે SCO પ્લેટફોર્મ પર ચીનના રાષ્ટ્રપતિ અને રશિયન રાષ્ટ્રપતિ પણ જોવા મળ્યા. ત્રણેય નેતાઓએ એકબીજા સાથે વાત કરી.
રવિવારે પીએમ મોદીએ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. હવે સોમવારે સવારે 7:30 થી 9:10 વાગ્યા સુધી SCO નેતાઓની બેઠક થશે. જેમાં બધા સભ્ય દેશો સામાન્ય હિતો અને પડકારો પર ચર્ચા કરશે. આ પછી સવારે 9:45 થી 10:30 વાગ્યા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. ત્યારબાદ સવારે 11:10 વાગ્યે પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે.