શેરબજારમાં હરિયાળી, બજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીનું પહાડી ચઢાણ, આ શેર ખરીદનારા રુપિયે રમ્યાં
શેરબજારને 1લી તારીખ ફળી છે અને સપ્ટેમ્બરની શરુઆતમાં જ શેરબજારની રોનક પાછી ફરી છે તેવા એક સારા સમાચાર આવ્યાં છે.

સપ્ટેમ્બરની શરુઆતમાં શેરબજારમાંથી સારા સમાચાર આવ્યાં છે. સોમવારે બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 80000 અને નિફ્ટી 24500ને પાર પહોંચી જતાં રોકાણકારો ખુશખુશાલ થયાં હતા.
બજાર ખુલ્યાની થોડી મિનિટોમાં જ સેન્સેક્સ 8૦૦૦૦ ને પાર કરી ગયો. નિફ્ટી પણ 75 પોઈન્ટ વધીને 24502ના સ્તરે પહોંચી ગયો છે. NSE પર, 115 શેર લીલા રંગમાં અને 318 શેર લાલ રંગમાં છે.
IT શેરોના નેતૃત્વમાં, BSE સેન્સેક્સ 364 પોઈન્ટ ઉછળીને 80176 પર પહોંચી ગયો છે. ઇન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રાના શેર સેન્સેક્સના ટોચના લાભકર્તાઓની યાદીમાં છે. રિલાયન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, મારુતિ, સન ફાર્મા, ITC અને ભારતી એરટેલ સેન્સેક્સના ટોચના ઘટાડાકર્તાઓ છે. જે લોકોએ ઇન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રાના શેર લીધા હતા તેઓ રુપિયે રમ્યાં હતા.
શેરબજારને 1લી તારીખ ફળી છે. જોકે શેર બજાર અનિશ્ચિત છે તેમાં ક્યારે ઓટ અને ક્યારે ભરતી આવે તેનું કંઈ કહેવાય નથી પરંતુ હાલ પુરતા તો સારા સમાચાર છે.