અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ; 250થી વધારે મોત, 500થી વધુ ઘાયલ ,
અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર રવિવારે રાતે અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 6 માપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ભૂકંપ જલાલાબાદ શહેરથી લગભગ 17 માઇલ દૂર આવ્યો હતો. જલાલાબાદની વસ્તી લગભગ 200000 છે અને તે રાજધાની કાબુલથી રોડ માર્ગે 100 માઇલથી પણ ઓછા અંતરે છે. રાત્રે શહેરમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 250 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે તો 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપથી દિલ્હી-એનસીઆરના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
રવિવાર-સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા ભારતના ઘણા ભાગોમાં, ખાસ કરીને દિલ્હી-NCRમાં અનુભવાયા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક મીડિયા અહેવાલ મુજબ મોટાભાગના મૃત્યુ પડોશી કુનાર પ્રાંતમાં થયા છે. સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પર પણ લખ્યું છે કે ભૂકંપને કારણે દેશના કેટલાક પૂર્વીય પ્રાંતોમાં જાનમાલનું ગંભીર નુકસાન થયું છે. જોકે તેમણે વધુ વિગતો શેર કરી નથી. અલ જઝીરાના અહેવાલ મુજબ ભૂકંપની અસર પડોશી દેશના મોટા વિસ્તારમાં પણ અનુભવાઈ હતી. જેમાં ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતનો સમાવેશ થાય છે.
અફઘાન નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએજણાવ્યું હતું કે ભૂકંપના તીવ્ર આંચકાને કારણે ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે અને 15 ઘાયલ થયા છે . તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપ પછીની તસવીરો પણ સામે આવી છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં ઘરો કાટમાળમાં દટાઈ ગયા હતા. માહિતી અનુસાર ભૂકંપ જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ 12:47 વાગ્યે, 8 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો. આ ભૂકંપથી દિલ્હી-NCRના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નોઈડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે ભારતમાં કોઈ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
અફઘાનિસ્તાનનો હિન્દુકુશ પર્વતીય પ્રદેશ ભૂસ્તરશાસ્ત્રીય રીતે ખૂબ જ સક્રિય છે. જ્યાં દર વર્ષે ભૂકંપ આવે છે. આ વિસ્તાર ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર સ્થિત છે. જ્યારે એક ફોલ્ટ લાઇન સીધી હેરાતમાંથી પસાર થાય છે. ગયા મહિને પણ અહીં અનેક ભૂકંપના આંચકા નોંધાયા હતા. 2 ઓગસ્ટના રોજ 5.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 6 ઓગસ્ટના રોજ 4.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એક્સપર્ટ કહે છે કે છીછરા ધરતીકંપ ઊંડા ધરતીકંપો કરતાં વધુ ખતરનાક હોય છે કારણ કે તેમના ધ્રુજારી સપાટી પર ઓછા અંતરે પહોંચે છે અને તેના કારણે જમીન પર વધુ તીવ્ર કંપન થાય છે. આનાથી ઇમારતોને વધુ નુકસાન અને જાનહાનિ થવાની શક્યતા વધી જાય છે.